ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંભલમાં બુલડોઝર ફરશે: તંત્રને અંધારામાં રાખી સરકારી જમીન પર મસ્જિદ અને 33 મકાનો બનાવી દીધા, આ તમામ પર એક્શન લેવાશે

Text To Speech

સંભલ, 18 માર્ચ 2025: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ચંદોસી વારિસ નગરમાં પાલિકાની સાડા 6 વીઘા જમીન પર ગેરકાયદેસર કબજાનો મામલો સામે આવ્યો છે. આ જમીન પર કબજો કરીને 34 ગેરકાયદેસર બાંધકામ કર્યા છે. તેમાં 33 મકાન અને એક મસ્જિદ સામેલ છે. હવે આ તમામ ગેરકાયદેસર નિર્માણાને ધ્વસ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે, સંભલ જિલ્લાધિકારી રાજેન્દ્ર પેંસિયાએ આ વિસ્તારનું નિરીક્ષણ પણ કર્યું છે. તેમણે કહ્યું કે, સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ આદેશ આપવામાં આવ્યો છે કે, જેણે પણ સરકારી જમીન વેચી અથવા તેના પર કબજો કર્યો છે, તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે. આ ગેરકાયદેસર નિર્માણને ધ્વસ્ત પણ કરવામાં આવશે.

એફઆઈઆર દાખલ કરવામાં આવશે

સંભલના ચંદૌસી સ્થિત લક્ષ્મણગંજ વિસ્તારના વારિસ નગરમાં સરકારી જમીન પર બનેલી મસ્જિદ અને 33 મકાનો સામે વહીવટીતંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે આદેશ આપ્યો કે સરકારી જમીન વેચનારા અથવા કબજો કરનાર કોઈપણ વ્યક્તિ સામે FIR દાખલ કરવામાં આવશે. આ નિર્ણયથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ચંદૌસીના વારિસ નગરમાં સરકારી જમીન પર બનેલી મસ્જિદ અને 33 મકાનો અંગે વહીવટીતંત્ર કડક બન્યું છે.

ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવશે

અહીં ઉલ્લેખનિય છે કે ચંદૌસી નગરપાલિકાએ તહેસીલ વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી કે લક્ષ્મણગંજ વિસ્તારના વારિસ નગરમાં બનેલી રઝા-એ-મુસ્તફા મસ્જિદ અને તેની આસપાસ બનેલા ઘરો સરકારી મિલકત પર બનેલા છે. આ ફરિયાદ બાદ સંભલના ડીએમ રાજેન્દ્ર પેન્સિયા અને એસપી કૃષ્ણા બિશ્નોઈ ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું.

ડીએમ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને આદેશ આપ્યો કે સરકારી જમીન વેચનાર અથવા કબજો કરનાર કોઈપણ વ્યક્તિ સામે એફઆઈઆર નોંધવામાં આવશે. ડીએમ રાજેન્દ્ર પેન્સિયાએ સ્પષ્ટ કહ્યું કે સરકારી જમીન પર જે પણ ગેરકાયદેસર અતિક્રમણ છે તે દૂર કરવામાં આવશે. મસ્જિદ અને ૩૩ ઘરો અંગે વહીવટીતંત્ર કડક છે.

આ પણ વાંચો: નાગપુરમાં હિંસા બાદ આટલા વિસ્તારોમાં કર્ફ્યૂ લાગ્યો, 65 જેટલા ઉપદ્રવીઓની ધરપકડ થઈ

Back to top button