ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કડી વિસ્તારમાં જુગારીઓ ન રોકવા બદલ પોલીસ કર્મીઓ પર લેવાયા એક્શન

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક: કડી મહેસાણા વિસ્તારોમાં દિવસેને દિવસે જુગારીઓનો વધારો થઈ રહ્યો હોવાના સ્થાનિકોની ફરિયાદોને કડી પોલીસે ધ્યાનેતો લીધી પણ જુગાર જેવી પ્રવૃત્તિઓ રોકી ન શકાતાં જુગારધામ પકડાવા મુદ્દે એસપી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આઇજીના હુકમના પગલે sp દ્વારા પીઆઈ એન આર પટેલ અને પીએસઆઈ બી પી મકવાણા, કોન્સ્ટેબલ નીતિન, મહેશજી અને મકસુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કડીમાં જુગારનો કારોબાર:

કડી વિસ્તારમાં જુગાર એટલો બધો વધી ગયો હતો કે ખુલ્લે આમ લોકો રમતા થઈ ગયા હતા. એવામાં Smc અને વિજિલન્સ દ્વારા થોડા દિવસ અગાઉ રેડ કરાઈ હતી, જેમાં જુગારનું પ્રમાણ વધું હોવાનું જાણવા મળતાં પોલીસ જુગારીયા પર કાર્યવાહી ન કરી રહી હોવાની શંકાને પગલે આઈજીના હુકમ હોવાથી SP દ્વારા pi, psi સહિત 3 કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરાયા છે.

આ ઉપરાંત વિસનગરના પણ આ જ હાલ

વિસનગર પોલીસની નાક નીચે ડબ્બા ટ્રેડિંગ થઈ રહ્યું છે, તેવામાં વિસનગર પોલીસ કોઈ જ જવાબ આપવા માટે તૈયાર નથી. સરકારના પરિપત્રનો રદીયો આપીને જવાબદાર પોલીસ અધિકારીઓ વિસનગર ડિવાયએસપી પાસેથી નિવેદન લેવાનું જણાવી રહ્યાં છે. વિસનગર-વડનગર અને ખેરાલુ સુધી ફેલાયેલા આ દૂષણને લઈને એકપણ અધિકારી જવાબદારી લેવા માટે તૈયાર નથી. તેથી ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા લોકો ડર વગર પોતાના ધંધાનો વિસ્તાર કરી રહ્યાં છે.

આ પણ વાંચો: વિસનગર પોલીસ તંત્રના નાક નીચે ડબ્બા ટ્રેડિંગ! જેણાજીએ બેસાડી પોતાની ટીમ

Back to top button