જૂનાગઢ દરગાહ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયા એક્શન
- જૂનાગઢ પથ્થરમારા ધટના બાદ આરોપીને જાહેરમાં માર મારવાના મામલે ગુજરાત હાઈકોર્ટએ DYSP,PI સહિત 32 પોલીસકર્મીઓને હાજર રહેવા આપ્યા આદેશ.
જૂનાગઢમાં દરગાહને લઈને ગત 16 જૂને સ્થાનિકો દ્વારા જે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોતો ત્યારે પોલીસે જાહેરમાં પથ્થરમારો કરનાર આરોપીઓને ઝડપીને જાહેરમાં માર માર્યો હતો, એ જાહેરમાં માર મારવા બદલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સાથે 32 પોલીસકર્મીઓને કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. HC દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને 2 અઠવાડિયામાં કોર્ટમાં હાજર થવાની નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ પોલીસને એફિડેવિટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
16 જૂને જૂનાગઢના મજેવડી દરવાજા પાસે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે એક ધર્મસ્થાનને નોટિસ આપતા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોડી રાત્રે ટોળાએ પોલીસની ગાડી, એસ.ટી. બસ તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી. ટોળા દ્વારા થયેલા હુમલામાં એક DCP અને 3 પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. PGVCLની ગાડી ઉપર થયેલા પથ્થરમારામાં ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હતી. પથ્થરમારાની આ ઘટનામાં એક નાગરિકનું પણ મૃત્યું થયું હતું. આ મામલાના પડઘા રાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા હતા. જે બાદ પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. પથ્થરમારાના બનાવમાં પકડાયેલા આરોપીઓને પોલીસે જાહેરમાં માર માર્યો હતો. જોકે, બાદમાં તમામને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.
કેમ પોલીસ કર્મીઓને હાઈકોર્ટે હાજર થવાના કર્યા આદેશ?
પથ્થરમારાની ઘટના બાદ જે પીડિતો હતા તેમને જામીન પર છોડતો દેવામાં આવ્યા પરંતુ ત્યાર બાદ પીડિતોએ હાઈકોર્ટમાં એક અરજી કરી હતી, જેમાં મારમાર પોલીસકર્મચારીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી. જેથી ગુજરાત હાઈકોર્ટે પીડિતોની અરજીને ધ્યાને રાખીને DYSP,PI સહિત 32 પોલીસકર્મીઓને બે અઠવાડિયા સુધીમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: યુવા નેતાએ ચાલુ કર્યો દારુની હેરાફેરીનો ધંધો, જાણો કોણ છે આ બુટલેગર