નેશનલ

વધતા જતા રોડ અકસ્માતોને અટકાવવા સરકારનો એક્શન પ્લાન, સરકાર આરઓ અને આરએસઓને સોંપશે આ નવી જવાબદારી

રોડ અકસ્માતોમાં થઈ રહેલા વધારાને કારણે સરકાર પગલા લેવા જઈ રહી છે. માર્ગ પરિવહન મંત્રાલયે ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને સુરક્ષિત બનાવવા માટે આયોજન કરી રહ્યુ છે. જે અતર્ગત સરકાર આરઓ અને આરએસઓને નવી જવાબદારી આપશે. જેમાં તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર રોડ સેફ્ટીના ઓડિટ પર વધારે ભાર મૂકીને માર્ગ સલામતી અધિકારીઓની નિમણૂક કરી અકસ્માત માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામા આવશે.

આરઓ અને આરએસઓને સોંપશે નવી જવાબદારી

કેન્દ્ર સરકાર દ્વારા રોડ અકસ્માતોને અટકાવવા માટે આરઓ અને આરએસઓને નવી જવાબદારી સોંપવા જઈ રહી છે. જેમા આરઓ અને આરએસઓએ વ્યક્તિના જીવન સાથે સંકળાયેલા દરેક અકસ્માતના સ્થળની ફરજિયાતપણે મુલાકાત લેવી પડશે તેમજ અકસ્માતના 24 કલાકની અંદર તેમણે મંત્રાલયને પોતાનો રિપોર્ટ મોકલવો પડશે.

31 જાન્યુઆરી સુધીમાં એકશન રિપોર્ટ માંગવામાં આવ્યો

કેન્દ્ર સરકારના આ પ્લાનના અમલીકરણ માટે 31 જાન્યુઆરી સુધીમાં એકશન રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે. અને પછીથી આરઓ અને આરએસઓએ આવો રિપોર્ટ દર મહિને આપવાનો રહેશે. તેમજ તમામ હાઈવેનું ત્રણ મહિનાની અંદર થર્ડ પાર્ટી અથવા સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા રોડ સેફ્ટી ઓડિટ કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે.

રોડ અકસ્માત-humdekhengenews

રોડ સેફ્ટી ઓફિસર રોડ સેફ્ટી ઓડિટ માટે જવાબદાર રહેશે

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ એક્શન પ્લાન અંતર્ગત નેશનલ હાઈવેના અકસ્માત ઓડિટ અને અધિકારીઓની જવાબદારી નક્કી કરી દેવામાં આવશે. જેમાં રોડ સેફ્ટી ઓફિસર તમામ NHના સંબંધમાં રોડ સેફ્ટી ઓડિટ માટે જવાબદાર રહેશે. તેમણે પ્રોજેક્ટના દરેક તબક્કા મુજબ તાત્કાલિક અને લાંબા ગાળાના પગલાંને આખરી ઓપ આપવો પડશે. આ તમામ કામગીરી પ્રાદેશિક અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

ગતિવિધિઓ પર નજર રાખવા વેબ પોર્ટલ બનાવાશે

સરકાર દ્વારા લેવાયેલ આ એક્શન પ્લાનને સફળ બનાવવા માટે 31 માર્ચ સુધીમાં એક વેબ-આધારિત પોર્ટલ બનાવવામાં આવશે. આ પોર્ટલ દ્વારા રોડ સેફ્ટી ઓડિટની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. તેમજ આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અથવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેવલ સુધીના અધિકારીને પ્રાદેશિક અધિકારી હેઠળ રોડ સેફ્ટી ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. રોડ વિંગ રોડ NHAI અને NHIDCLના તમામ તકનીકી અધિકારીઓ માટે સલામતી ઓડિટ પ્રમાણપત્ર તાલીમ ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બે દિવસમાં સિંગતેલના ભાવ આસમાને ! ફરી એક વખત ભાવમાં આટલો વધારો ઝીંકાયો

Back to top button