રાજસ્થાનના DyCMના પુત્રની રીલ પર કાર્યવાહી: 7 હજાર દંડ, વાહન માલિકને નોટિસ!
- વિવાદ વકર્યા બાદ ડેપ્યુટી CMની સૂચના હેઠળ ટ્રાન્સપોર્ટ વિભાગે કાર્યવાહી કરવાની હિંમત દાખવી
જયપુર, 05 ઓક્ટોબર: રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાના પુત્રની એક રીલ વાયરલ થઈ હતી. જે મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે. એક અઠવાડિયા બાદ, પરિવહન વિભાગે નાયબ મુખ્યમંત્રીના પુત્ર ચિન્મય કુમાર બૈરવાને રૂ. 7,000નું ચલણ જારી કર્યું છે અને કોંગ્રેસના નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજના પુત્ર કાર્તિકેય ભારદ્વાજને પણ 7,000 રૂપિયાનો દંડ ફટકારીને નોટિસ આપી છે.
ટ્રાન્સપોર્ટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી CMના પુત્રની રીલ વાયરલ થયા બાદ વાહનવ્યવહાર વિભાગે મૌન સેવ્યું હતું, પરંતુ વિવાદ વકર્યા બાદ ડેપ્યુટી CM પ્રેમચંદ બૈરવાની સૂચના બાદ ટ્રાન્સપોર્ટ વિભાગે કાર્યવાહી કરવાની હિંમત દાખવી છે.
જૂઓ આ વાયરલ વીડિયો
View this post on Instagram
કયા કારણોસર કાર્યવાહી કરવામાં આવી?
જયપુર RTOનો વધારાનો હવાલો સંભાળી રહેલા ARTO પ્રકાશ ટહલિયાનીએ જણાવ્યું કે, ખૂબ સ્પીડમાં કાર ચલાવવા અને સીટ બેલ્ટ ન બાંધવા બદલ ડેપ્યુટી CM પ્રેમચંદ બૈરવાના પુત્ર ચિન્મય બૈરવા અને કાર્તિકેય ભારદ્વાજને 7-7 હજાર રૂપિયાનું ચલણ જારી કરવામાં આવ્યું છે. વાહનવ્યવહાર વિભાગે વાહન માલિક કાર્તિકેય ભારદ્વાજને વાહનમાં અનધિકૃત ફેરફાર કરવા બદલ નોટિસ પણ ફટકારી છે.
ગાડી નંબર RJ-19C-1394ની RC પણ જપ્ત કરવામાં આવી છે. ARTOએ કહ્યું કે, ચિન્મય કુમાર બૈરવા પુખ્ત છે અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ છે, જે 24 જૂન, 2024ના રોજ જારી કરવામાં આવ્યું હતું.
ડેપ્યુટી મુખ્યમંત્રીએ પોતાના પુત્ર વિશે શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાએ પોતાના પુત્રને સગીર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, મારો પુત્ર વીડિયોમાં દેખાઈ રહ્યો છે, તેમાં કંઈ ખોટું નથી. મારા પુત્રને કોઈ વાહન એસ્કોર્ટ કરી રહ્યું ન હતું. તે કાર સુરક્ષા માટે પાછળ ચાલી રહી હતી. મારો પુત્ર સિનિયર સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે તેની શાળાના મિત્રો સાથે હતો.
ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાના સવાલ પર ડેપ્યુટી સીએમએ કહ્યું કે, ક્યાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવ્યો? મારો પુત્ર હજુ 18 વર્ષનો પણ નથી થયો.”
એક અઠવાડિયા પહેલા વાયરલ થઈ હતી રીલ
હકીકતમાં, એક અઠવાડિયા પહેલા, ડેપ્યુટી સીએમ પ્રેમચંદના પુત્ર ચિન્મય બૈરવા પોલીસની સુરક્ષા વચ્ચે ખુલ્લી હૂડવાળી જીપમાં ટશનમાં ડ્રાઇવિંગ કરતા હોવાની રીલ વાયરલ થઈ હતી. કારમાં તેની સાથે અન્ય ત્રણ યુવકો પણ હતા, જેમાંથી એકનું નામ કાર્તિકેય ભારદ્વાજ હતું, જે કોંગ્રેસ નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજના પુત્ર છે. પોતાના પુત્રની મસ્તી અને ઉત્તેજનાથી ઘેરાયેલા ડેપ્યુટી સીએમ પોતે વિવાદમાં આવી ગયા હતા, પરંતુ વિવાદ ત્યારે વધી ગયો જ્યારે ડેપ્યુટી સીએમએ કાર ચલાવતા પુત્રને સગીર જાહેર કર્યો.
આ પણ જૂઓ: મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેન માટે નેશનલ હાઈવે ઉપર બનતા પુલનો વીડિયો વાયરલ, જૂઓ કેમ બને છે