ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

PM સહિત સેલિબ્રિટીઓ વિશે ફેક ન્યૂઝ ફેલાવતી 9 YouTube ચેનલ પર કાર્યવાહી

Text To Speech

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ YouTube પર 9 ચેનલો પર કાર્યવાહી કરાઈ છે. આ ચેનલોને તાત્કાલિક અસરથી બ્લોક કરી દેવામાં આવી છે. આ તમામ ચેનલો પીએમ, સીજેઆઈ સહિત વિવિધ હસ્તીઓ વિશે નકલી સમાચાર ફેલાવતી હતી. સૂચના અને પ્રસારણ મંત્રાલયના PIB ફેક્ટ ચેક યુનિટે આ અંગે જાણકારી આપી હતી. ચેનલોએ કેટલાક રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર પ્રતિબંધ અને કેન્દ્રીય મંત્રીઓના રાજીનામા અથવા મૃત્યુ અંગે ખોટા દાવા કર્યા હતા. આ ચેનલોના સબસ્ક્રાઈબર્સની સંખ્યા પણ 83 લાખને પાર છે.

આ 9 ચેનલોમાં ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા હતા

આ 9 યુટ્યુબ ચેનલોમાં ફેક ન્યૂઝમાં રૂ. 200 અને રૂ. 500ની નોટો પર પ્રતિબંધ, બેન્ક, સરકારી યોજના અને નીતિઓ બંધ કરવા સંબંધિત ખોટી માહિતી સામેલ છે. તેમાં કુદરતી આફતો, ભારતીય નાગરિકોના મૃત્યુ, સશસ્ત્ર દળોની તૈનાતી અને શાળાઓ બંધ કરવા સંબંધિત ખોટા દાવાઓ પણ કરાયા છે.

PIBએ જે ચેનલો માટે એલર્ટ જાહેર કર્યું છે તેમાં apke guruji, sansanilive, bj news, bharat ekta news, gvt news, ab bolega bharat, daily study  જેવી ચેનલોનો સમાવેશ થાય છે. PIBએ કહ્યું છે કે આ ચેનલો પર આપવામાં આવેલી તમામ માહિતી સંપૂર્ણપણે ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે.

ફેક્ટ ચેક યુનિટે નવ અલગ-અલગ ટ્વીટ થ્રેડમાં ફેક્ટ-ચેકની શ્રેણી જારી કરી છે. આ થ્રેડમાં, નકલી ચેનલો દ્વારા આપવામાં આવેલી માહિતીને સંપૂર્ણપણે ખોટી જાહેર કરવામાં આવી છે અને તેમની વાસ્તવિકતા સમજાવવામાં આવી છે. આ ચેનલો મુખ્ય ન્યાયાધીશ, વડા પ્રધાન અને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ નકલી સમાચાર ફેલાવી રહી હતી.

આ પણ વાંચો: ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે સરકારે કાર્યવાહી કરી, ફેક ન્યૂઝ ફેલાવતી આઠ YouTube બંધ કરી

Back to top button