ગુજરાત

સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ અપલોડ કરશે તો કાર્યવાહી

Text To Speech

પાલનપુર, રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. જેના પગલે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તણાવ પ્રસરેલો છે. ત્યારે આ હત્યામાં સંડોવાયેલા હત્યારાઓને રાજસ્થાન પોલીસે ઝડપી લીધા છે. ત્યારે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની પોલીસ પણ સતર્ક બની છે.

બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તે માટે જિલ્લા પોલીસ કટીબદ્ધ હોવાનું જણાવીને પ્રજાને સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરવા જણાવ્યું છે. તેઓએ વધુમાં કહ્યું છે કે, પોલીસની ખાસ ટીમો સોશિયલ મીડિયા ઉપર નજર રાખી રહી છે. જો કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઇની લાગણી દુભાય એવું કે અન્ય વાંધાજનક મેસેજ પોસ્ટ, કોમેન્ટ, વિડિયો કે લખાણ સોશિયલ મીડિયામાં અપલોડ કે ફોરવર્ડ કરશે અને ખોટી અફવા ફેલાવવામાં આવશે તો તેના વિરુદ્ધ સખત કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Back to top button