ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ
સ્કોટલેન્ડમાં ખાલિસ્તાન સમર્થકોનું કૃત્ય, ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારા જવાથી અટકાવ્યા


સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ખાલિસ્તાની સમર્થકોની હરકતો સામે આવી છે. અહીં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ગુરુદ્વારા જતા અટકાવવામાં આવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને રોક્યા અને તેમને કારમાંથી નીચે ઉતરવા દીધા ન હતા.

વિક્રમ દોરાઈસ્વામી બ્રિટનમાં ભારતના હાઈ કમિશનર છે. બ્રિટનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. આ ઘટનાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ખાલિસ્તાની સમર્થકો અને ગુરુદ્વારા સમિતિના સભ્ય વચ્ચેનો મુકાબલો જોવા મળે છે.