નવા પદાધિકારીઓની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા
રાજ્યની મહાનગરપાલિકાઓમાં ભાજપના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની ટર્મ 12 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.શહેરના તમામ ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટરોને બોલાવી કોને મ્યુનિ.માં હોદ્દેદાર બનાવવા તે અંગે સૂચન માગવામાં આવ્યા છે. ત્યારે હવે જે પણ નામ નક્કિ થશે તેની 11મી સપ્ટેમ્બરે જાહેરાત કરાશે.
સસ્તા અનાજની દુકાનદારોની માંગણીઓનો સ્વીકાર
સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા, ત્યારે હવે રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ દુકાન માંગણીઓનો સ્વીકાર કર્યો છે. સરકારે કમિશન વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારની જાહેરાત પછી એસોસિએશને હડતાળ પરત ખેચવાની જાહેરાત કરી હતી. CM અને અન્ન પુરવઠા વિભાગે નિર્ણય કર્યો કે, ઓછામાં ઓછા 20,000 લધુતમ મળે તેમાં જે કાર્ડ હોલ્ડરને ઘટતી રકમ તે સરકારે તેને આપવા માટેનો નિર્ણય કર્યો છે રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા એ જણાવ્યું કે, રાજ્ય સરકાર અને અન્ન નાગિરકા પુરવઠા વિભાગ દરેક દુકાનધારક મારફતે કાર્ડ ધારકને સમયસર પુરવઠો મળી રહે તે માટે સરકાર સતત ચિતિંત હોય છે અને દરેક કાર્ડ હોલ્ડરને સમયસર જથ્થો મળે તે માટેની વ્યવસ્થા ગોઠવી લીધી છે, પરંતુ ખાસ કરીને રાજ્યના વ્યાજબી ભાવના એસોશિયનની લાંબા સમયથી જે પડતર માંગણીઓ હતી. તે વારંવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમારા સુધી તે રજૂઆતો આવતી હતી. અમે પણ તે રજૂઆતો હકારાત્મક નિર્ણય લઈ શકાય તે માટે સતત પરામર્શ કરતા, પરંતુ એસોશિયન તરફથી 1લી સપ્ટેમ્બરથી આ જથ્થો નહીં ઉપાડવો અને જ્યાં સુધી હમારી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી એમણે હડતાળની જાહેરત કરી હતી.
આવનારાં 3 દિવસો સુધી ભારે વરસાદ થશે
હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર પૂર્વી અને પૂર્વી મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. આ સિવાય કેરળ, અંદમાન-નિકોબાર દ્વીપમાં આવનારાં 3 દિવસો સુધી ભારે વરસાદ થશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 3-5 સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગ અનુસાર નોર્થ-ઈસ્ટ ઈન્ડિયામાં 3 સપ્ટેમ્બર સુધી અસમ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ જોવા મળશે. પૂર્વી ભારતની વાત કરીએ તો અંદમાન-નિકોબારમાં આવનારાં 3 દિવસો સુધી વરસાદ રહેશે. આ સિવાય ગંગીય પશ્ચિમ બંગાળમાં 3 સપ્ટેમ્બર, ઓડિશામાં 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થશે.
આદિત્ય L1માં અમદાવાદ PRLનું યોગદાન
ઇસરો દ્વારા આંધ્રપ્રદેશના હરિકોટાથી 11.50 કાળકે PSLV C57 રોકેટ દ્વારા આદિત્ય L1 લોન્ચ કરવામાં આવ્યું છે.આ ભારતનું ચન્દ્રયાન બાદ મહત્ત્વપૂર્ણ સૂર્ય સંશોધન પરનું મિશન છે.ત્યારે આદિત્ય L1ના સાત પે લોડ પૈકી એક પે લોડ અમદાવાદની PRLમાં બન્યું છે. જે સૂર્યમાંથી નીકળતા એનર્જી પાર્ટીકલ્સનો અભ્યાસ કરશે. મેગ્નેટીક ફિલ્ડના અભ્યાસ માટે ત્રણ પે લોડ છે. ભારતની જુદી-જુદી વૈજ્ઞાનિક સંસ્થાઓએ આ પે લોડ બનાવ્યા છે. જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફીઝીક્સ, 01 પેલોડ IUએ બનાવી છે. તમામ પે લોડની ડિઝાઇન અને મેન્યુફેક્ચર ભારતમાં થયું છે.આ યાનનું આયુષ્ય 05 વર્ષ છે. જોકે તેની પરિસ્થિતિ યોગ્ય રહી તો વધારે સમય કામ આપશે.
દિનુ મામા ફરી ભાજપમાં ઘરવાપસી કરશે
બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનુ મામા ફરી ભાજપમાં ઘરવાપસી કરશે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. અત્રે જણાવી દઈએ કે, ગત ચૂંટણીમાં પાદરા બેઠક પરથી બળવો કરી તેઓ અપક્ષ લડ્યા હતા. આજે સી.આર.પાટીલ પાદરાની મુલાકાતે છે. ત્યારે તેઓ ભાજપનો ખેસ ધારણ કરાવી દિનુ મામાને ઘરવાપસી કરાવશે. અત્રે ઉલ્લખનીય છે કે, કેતન ઇનામદાર દ્વારા આંદોલન થતા ચેરમેન પદેથી તેમણે રાજીનામુ આપ્યું હતું. જૂન મહિનામાં ફરી બરોડા ડેરીની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેઓ ફરી ભાજપમાં જોડાવાના છે જેને લઈ અટકળો શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે, ડેરી ડિરેકટર સતીશ નિશાળીયાને ભાજપ જિલ્લા પ્રમુખ બનાવ્યા છે. સસ્પેન્ડેડ દિનુ મામા કાર્યકર-અગ્રણીઓ સાથે ભાજપમાં જોડાશે. દિનુ મામા ભાજપમા જોડાયા બાદ બરોડા ડેરીમાં ફરી એકવાર નવાજૂનીના એંધાણ સર્જાઈ શકે છે.
મેડિકલના વિદ્યાર્થીઓને હવે મળશે મહત્ત્વનો લાભ
સુરતમાં તબીબી સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની મહત્વની જાહેરાત કરી છે. જેમાં કોરોના પહેલા યુક્રેન સહિત અન્ય દેશમાં મેડિકલ અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓને દેશમાં ઇન્ટર્નશિપની તક આપવામાં આવશે. આવા તમામ વિદ્યાર્થીઓને FMG પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. NMCના પરિપત્ર સંદર્ભે વિદેશ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓના લાયકાત અંગે ક્લેરિફિકેશન કરવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી દેશમાં ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી શકશે તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતમાં જી20ની હેલ્થ મંત્રીઓની બેઠક યોજાઈ છે, આ બેઠકમાં વિશ્વના 29 દેશના મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમિટમાં ભારતના હેલ્થ સેક્ટરની ત્રણ બાબતો મહત્વની રહી છે. જેમાં હેલ્થની લઈ વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી જેનો વિવિધ દેશોઓ સ્વીકાર કર્યો હતો.
એશિયા કપમાં IND-PAKની મેચ વરસાદને કારણે રદ
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતીય ટીમે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વરસાદને કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી.પ્રથમ દાવ સાંજે 7:44 વાગ્યે સમાપ્ત થયો, જે મુજબ બીજી ઇનિંગ 8:14 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ પછી ઇનિંગ શરૂ થઈ શકી ન હતી. મેચનો કટઓફ સમય 10:27 કલાકે નક્કી કરવામાં આવ્યો હતો. એટલે કે જો આ સમય સુધીમાં મેચ ફરી શરૂ થઈ હોત તો પાકિસ્તાનની ઇનિંગ ઓછામાં ઓછી 20 ઓવરની થઈ ગઈ હોત. વન-ડે મેચનું પરિણામ લાવવા માટે 20 ઓવરની રમત જરૂરી છે. જોકે, મેચ રદ કરવાનો નિર્ણય 9:50 વાગ્યે લેવામાં આવ્યો હતો કારણ કે તે સમયે પણ વરસાદ બંધ થયો ન હતો. મહત્વનું છે કે,ભારતની આગામી મેચ 4 સપ્ટેમ્બરે નેપાળ સામે કેન્ડીમાં જ રમાશે.