એસિડિટી પણ હોઈ શકે છે હાર્ટ એટેકની વોર્નિંગ સાઈનઃ ક્યારે ચેતવું?
- હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે હાર્ટ એટેકના એક નહીં પણ ઘણા કારણો છે. જોકે તેનું સૌથી મોટું કારણ જીવનશૈલી (લાઈફસ્ટાઈલ) છે. યુવાનોના કામના કલાકો વધ્યા છે તેથી તેઓ કસરતમાં સમય ફાળવી શકે તેવી શક્યતા ઓછી છે
છેલ્લા બે વર્ષમાં હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કેસમાં ઝડપથી વધારો થયો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક 50 વર્ષની ઉંમર પછી જ આવે છે, પરંતુ હવે 18-20 વર્ષના યુવાનોમાં પણ આ કેસ ઝડપથી વધી રહ્યાં છે. જિમ અને પાર્કમાં કસરત કરતા ફિટ લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, જાણવા જેવી વાત એ છે કે યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધી રહ્યું છે. તેનાથી બચવા શું કરવું જોઈએ. શું છે હાર્ટ એટેકની વોર્નિંગ સાઈન?
હાર્ટ એટેકનું કારણ
હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે હાર્ટ એટેકના એક નહીં પણ ઘણા કારણો છે. જોકે તેનું સૌથી મોટું કારણ જીવનશૈલી (લાઈફસ્ટાઈલ) છે. યુવાનોના કામના કલાકો વધ્યા છે તેથી તેઓ કસરતમાં સમય ફાળવી શકે તેવી શક્યતા ઓછી છે. કામકાજ અર્થે એકલા રહેતા લોકોમાં બહારનું ખાવાનું અને ખાસ કરીને ફાસ્ટ ફૂડ ખાવાનું ચલણ વધ્યું છે. કામનો સ્ટ્રેસ વ્યક્તિને સ્મોકિંગ અને આલ્કોહોલ તરફ દોરી જાય છે. આ બધી બાબતો સીધી હાર્ટને અસર કરે છે. ઘણી વખત, પારિવારિક ઇતિહાસને કારણે પણ હાર્ટ એટેકનું જોખમ રહે છે. નિષ્ણાતો કહે છે કે હાલની જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિ લગભગ નહિવત થઈ ગઈ છે. દરેક વ્યક્તિએ કારમાં મુસાફરી કરવા લાગી છે અને લોકો પાસે તેમના સ્ટ્રેસ કે ટેન્શનને શેર કરવા માટે જાણે કોઈ છે જ નહિં. આ બધી બાબતો તમારા હાર્ટ પર પ્રેશર ઉભું કરે છે.
હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ?
હેલ્થ એક્સપર્ટના મતે એક્સરસાઇઝ કે ડાયટ ઉપરાંત ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બીપી, શુગર પણ હાર્ટની હેલ્થ પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે ઊંઘ, બીપી, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકાર રહેશો તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી, આ બધી બાબતો પર ધ્યાન આપીને, તમે તમારા હૃદયના આરોગ્યનું ધ્યાન રાખી શકો છો. હાર્ટની હેલ્થ માટે તમારી દિનચર્યામાં કસરત, સારો પૌષ્ટિક આહાર, ઊંઘ, ધ્યાન-યોગનો સમાવેશ કરો અને તણાવ-ધુમ્રપાન-આલ્કોહોલથી દૂર રહો.
હૃદયને સ્વસ્થ બનાવવા શું કરવું?
- ખોરાકમાં પ્રોટીન વધારો, કાર્બોહાઈડ્રેટ ઓછું કરો. ફળો ખાઓ.
- આહારમાંથી મીઠું, ખાંડ, ચોખા અને મેંદો દૂર કરો.
- તણાવ ઘટાડવા માટે દરેક ઉપાય પર કામ કરો.
- ઊંઘની પેટર્ન જાળવી રાખો અને ઓછી ઊંઘ લેવાનું ટાળો.
- દરરોજ 25-30 મિનિટ કાર્ડિયો એક્સર્સાઈઝ કરો.
હાર્ટ એટેકની વોર્નિંગ સાઈન
- જો જમ્યા બાદ પેટમાં એસિડિટી થતી હોય તો સાવધાન થવાની જરૂર
- વધુ ચાલવા અથવા સીડી ચડવા પર શ્વાસ લેવામાં તકલીફ
- જડબાથી લઈને કમર સુધી ભારેપણું અનુભવવું
- જે કામ પહેલા સરળતાથી થતું હતુ તે કરવામાં મુશ્કેલી
- અચાનક ગભરામણ થવી
- હાર્ટ એટેકની ફેમિલી હિસ્ટ્રી
આ પણ વાંચોઃ આંખોને ગમી જાય અને દિલમાં વસી જાય તેવી લક્ષદ્વીપની 8 બેસ્ટ જગ્યાઓ