કચ્છમાં ચારો ચરી રહેલા ગૌવંશ ઉપર ભૂમાફિયાઓ દ્વારા એસિડ ફેંકાયો, ચોતરફ આક્રોશ

ભુજ, 1 માર્ચ, 2025: કચ્છમાં ગૌચર જમીન ઉપર ચારો ચરી રહેલા ગૌવંશ ઉપર ભૂમાફિયાઓ દ્વારા એસિડ ફેંકવાની ઘટનાને પગલે ચોતરફ આક્રોશ ફેલાયો છે. જોકે, સ્થાનિક નાગરિકોએ તત્કાળ આ અંગે પગલાં લઈને એક નંદીને સારવાર માટે મોકલી આપ્યો હતો.
કચ્છ જીલ્લામાં ગૌચર જમીનો ચરાતી જાય છે ભૂમાફિયાઓ દ્વારા ઠેકઠેકાણે દબાણો બેખૌફ બેરોકટોક બિંદાસ પણે અને મની મસલ સાથે માયાના તવાયફી ઠુમકાઓ તળે સબંધિત તંત્ર દબાતું જાય છે અને જે અવાજ ઉઠાવે એને તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ કરી દેવામાં આવે છે.
દીવા તળે અંધારા જેવા કામો કરવામાં આવે દર મહિને ચારથી પાંચ આસપાસ ગૌવંશો ઉપર એસીડ ફેંકવાના બનાવો અને કુહાડીના રીતસરના ક્રુરતાપૂર્વક નરાધમી નિષ્ઠુરી કૃર્તો એટલાં જ પ્રમાણે કલયુગની માનવતા મરી પરવારી છે એવા અર્ધમી કુકર્મો કરવા માંડયા છે. કચ્છના ખમીરવંતા ઘાતકીઓ દ્વારા થતા કૃત્યો સામે કચ્છભરના તમામ જીવદયાપ્રેમીઓમાં આક્રોશભર્યો ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે.
ભુજ ગૌ સેવા સમિતિ સાથે મુન્દ્રા રોડ પર આવેલા સુપાશ્વર જૈન સેવા મંડળ દ્વારા સંચાલિત સુપાશ્વર કરૂણાધામ પશુચિકિસ્તાલયની પશુચિકિસ્તકોની સમગ્ર ટીમ તથા જે તે વિસ્તારની જીવદયાપ્રેમીઓની સેવાકીય પ્રવૃત્તિઓમય સમિતિઓ દ્વારા આ ગૌવંશોને નવજીવન બક્ષવામાં કોઈ કસર નથી છોડતી તથા કચ્છની સંબંધિત સુરક્ષા એજન્સીઓમાં ફરીયાદો દાખલ કરવામાં માટે કાર્યવાહી કરતા હોય છે. ત્યારે કચ્છ જીલ્લાના જે તે સ્થળોમાં બનતા આવા બનાવો માટે એ તમામ સ્થળોની સુરક્ષા એજન્સીઓ ફક્ત જાણવા જોગ નોંધ કરી ફરીયાદોનું ફીંડલું વાળી “સબ બરાબર માહૌલ” જેવો તાલ સર્જી રહ્યા છે.
નક્કર પગલાં લેવાની જગ્યાએ આવા કૃત્યો પર નરમ આંખો કરી લેવામાં જ ભલમનસાઈ સમજાવી રહી છે આવી એજન્સીઓ એવું વધુ આવા હિનકૃત્યો ધાર્મિક માસો તથા તહેવારોની આસપાસના દિવસો દરમ્યાન વધારે બની રહ્યા છે. આ સંદર્ભે સુરક્ષા એજન્સીઓ ગુપ્ત રીતે તપાસ હાથ ધરી સખ્તાઈથી કાર્યવાહી કરી આવા નિર્દયી નિષ્ઠુરતાવાદી ક્રુર કુકર્મીઓને કઠોર કાયદાકીય કલમો તળે ગુનો દાખલ કરી સજા ફટકારે એ જ વર્તમાન સમયના જીવદયાપ્રેમીઓની હ્રદય સ્પર્શી માંગ છે એવું આ તમામ સમિતિના સેવકો દ્વારા સશક્ત રીતે સખ્તાઈથી જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ લાભાર્થી તરીકે તમને બેંકને પડકારવાનો અધિકાર નથીઃ સુપ્રીમ કોર્ટનો અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD