ઉમરગામમાં છેલ્લાં 2 માસમાં 18 જેટલી ગાય પર એસિડ હુમલાઓ, ગૌરક્ષક અને જીવદયા પ્રેમીઓમાં રોષ
ઉમરગામના શહેરી વિસ્તાર તેમજ ઔદ્યોગિક એકમને અડીને આવેલા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી દરરોજ એસિડ એટેકથી ઘવાયેલી ગાય મળી આવે છે. આ ઘટનાને લઈને સ્થાનિક ગૌરક્ષકોમાં ભારે આક્રોશનો જોવા મળી રહ્યો છે.
કોઇ ચોક્કસ ટોળકીનો કૃત્ય
છેલ્લા બે માસની અંદર 18 ગાયના શરીર, પેટના ભાગે એસિડથી હુમલો થયો હોય જેના કારણે ગાયની ચામડી બળી જતા ઘવાયેલી ગાયોને સ્થાનિક ગૌરક્ષકો તેમજ સ્થાનિક ગૌશાળાઓમાં લઈ જઈ સારવાર આપવામાં આવી રહ્યા છે. છેલ્લા 2 માસથી આ કૃત્ય કોઇ ચોક્કસ ટોળકી કરી રહી છે અને શાંત વાતાવરણ ડોહળાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
કેટલાંક ચોક્કસ તત્વો દ્વારા કોમવાદ ભડકાવવાનું ષડયંત્ર
ગૌ વંશ પર એસિડ ફેકનારા તત્વને પોલીસ તાત્કાલિક શોધીને કડક પગલા ભરે તેવી જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકો કરી રહ્યાં છે. ગાયો ઉપર એસિડ નાંખીને ઉમરગામ તાલુકામાં કોમવાદ ભડકાવવાનું ષડયંત્ર હોવાનું કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસવડા આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક તપાસના આદેશ આપી આરોપીઓને પકડવાની માગ કરી છે.