ઉત્તર ગુજરાતગુજરાત

સિદ્ધિ : ઈન્ટેલેકચ્યુંએલ પ્રોપર્ટી રાઈટ્સમાં ડીસાની રાજવી ગુજરાતમાં પ્રથમ આવતા મેળવ્યો ગોલ્ડ મેડલ

Text To Speech
  • *રાજ્યપાલ દ્વારા ગોલ્ડ મેડલથી સન્માનિત કરી ઉજવવલ ભવિષ્યની કામના

બનાસકાંઠા  : બનાસકાંઠા જિલ્લાના ડીસાની રાજવી શંકરભાઈ કતિરા ઈન્ટેલેકચ્યુંએલ પ્રોપર્ટી રાઈટ્સમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવતા રાજ્યપાલના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત યૂનિવર્સિટી અમદાવાદ દ્વારા 71, મો પદવિદાન અને દિક્ષાંત સમારોહ તા. 5 જાન્યુ.2023 ના રોજ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં યોજાયો હતો.

જેમાં ગુજરાત રાજ્ય ના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા અને ગુજરાત યૂનિવર્સિટી વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડયા દ્વારા વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડીગ્રી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.

ગોલ્ડ-મેડલ-humdekhengenews

જેમાં બનાસકાંઠા ડીસાના પીઢ પત્રકાર શંકરભાઈ કતીરાની સુપુત્રી રાજવી શંકરભાઈ કતીરા ને ઈન્ટેલેકચ્યુંએલ પ્રોપર્ટી રાઈટ્સ માં ગુજરાતમાં પ્રથમ આવવા બદલ રાજ્યપાલ દ્વારા ગોલ્ડ મેડલથી સન્માનિત કરી ઉજવવલ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

 

ગોલ્ડ-મેડલ-humdekhengenews

અત્રે ઉલ્લેખનીય છે કે કુ. રાજવી શંકરભાઈ કતીરા ગુજરાતની પ્રતિષ્ઠિત નાનાવટી એસોસિએટસ અમદાવાદમાં લીગલ એડવાઇઝર તરીકે કોપીરાઈટ અને ટ્રેડમાર્કની જવાબદારી સંભાળે છે અને સાથે જ પી.એચ.ડી. ની તૈયારી પણ કરે છે.

આ પણ વાંચો : પતંગ મહોત્સવનો પ્રારંભ, મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાતના વિકાસનો પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે

Back to top button