અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને સરયૂ ઘાટ પર અપાઈ જળ સમાધિ
![અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને સરયૂ ઘાટ પર અપાઈ જળ સમાધિ hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/satyendra-das.jpg)
- આચાર્ય સત્યેન્દ્ર દાસના પાર્થિવ દેહને પાલખીમાં લતા મંગેશકર ચોક થઈને સરયુ ઘાટ પર લવાયો હતો. ત્યારબાદ તેમને સંત તુલસીદાસ ઘાટ પર જળ સમાધિ આપવામાં આવી
13 ફેબ્રુઆરી, અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું બુધવારે (12 ફેબ્રુઆરી) નિધન થયું હતું. 80 વર્ષીય સત્યેન્દ્ર દાસે લખનૌ પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે (13 ફેબ્રુઆરી) આચાર્ય સત્યેન્દ્ર દાસના પાર્થિવ દેહને પાલખીમાં લતા મંગેશકર ચોક થઈને સરયુ ઘાટ પર લવાયો હતો. ત્યારબાદ તેમને સંત તુલસીદાસ ઘાટ પર જળ સમાધિ આપવામાં આવી.
અંતિમ દર્શન માટે પહોંચ્યા ભક્તો
આચાર્યના પાર્થિવ દેહને અયોધ્યા લાવવામાં આવ્યો હતો. ઘણા લોકો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ગુરુવારે સવારે રાજ્યમંત્રી સતીશ શર્મા અને અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે આચાર્યને શ્રદ્ધાંજલિ આપી હતી. સદરના ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા અને અન્ય ભાજપ નેતાઓ અને સંત સમુદાયના લોકો પણ પુષ્પાંજલિ આપવા પહોંચ્યા હતા.
#WATCH | Acharya Satyendra Das, the chief priest of Ayodhya Ram temple, who passed away yesterday, given ‘Jal Samadhi’ in Saryu river in UP’s Ayodhya pic.twitter.com/zrYkaLZUrT
— ANI (@ANI) February 13, 2025
1845માં થયો હતો જન્મ
સત્યેન્દ્ર દાસનો જન્મ 20 મે 1945ના રોજ સંત કબીર નગર જિલ્લામાં થયો હતો. સત્યેન્દ્ર દાસ બાળપણથી જ ભક્તિભાવમાં રહેતા હતા. સત્યેન્દ્ર દાસે 1958માં ઘર છોડી દીધું. જ્યારે સત્યેન્દ્ર દાસે તેમના પિતાને સન્યાસ લેવાના નિર્ણય વિશે જણાવ્યું, ત્યારે તેમના પિતાએ પણ કોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું નહીં. તેમણે આશીર્વાદ પણ આપ્યા. તેમણે કહ્યું કે મારો એક દીકરો ઘર સંભાળશે અને બીજો રામલલાની સેવા કરશે.
1958માં અયોધ્યા આવ્યા હતા
તેઓ 1958માં અયોધ્યા આવ્યા હતા. તેમણે અહીં અભ્યાસ કર્યો. 1975માં તેમણે સંસ્કૃત વિદ્યાલયમાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી. 1976માં તેમને સંસ્કૃત ડિગ્રી કોલેજમાં સહાયક શિક્ષકની નોકરી મળી.1 માર્ચ 1992 ના રોજ, તેમને રામ મંદિરના મુખ્ય પુજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તે સમયે તેમને દર મહિને 100 રૂપિયા પગાર મળતો હતો. 2019માં, અયોધ્યા કમિશનરની સૂચનાને અનુસરીને, તેમનો પગાર વધારીને 13,000 રૂપિયા કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ રણવીર અલાહબાદિયાથી વિરાટ કોહલી પણ નારાજ, ભર્યું આ સખત પગલું