રાજયપાલ આચાર્ય દેવવ્રતએ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ આ અવસરે યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી.
પ્રોટેમ સ્પીકરે લેવડાયા શપથ
વિધાનસભા સત્ર 20 તારીખે યોજાવાનું છે. ત્યારે આ પહેલા ભાજપના નવા ધારાસભ્યોની બેઠક યોજાવા જઈ રહી છે. જે બેઠકમાં પ્રોમટર સ્પીકર વડોદરા માંજલપુરના યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ ગ્રહણ કરયા. તેમજ તે બાદ તેઓએ ભાજપના નવા ચૂંટાયેલ ધારાસભ્યોને પણ શપથ લેવડાવ્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે ભાજપના નેતાઓએ પોતાનો કાર્યભાર સંભાળી કામગીરી શરુ કરી દીધી છે.
તેમજ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાની માંજલપુર સીટના વિજેતા ઉમેદવાર યોગેશ પટેલની વરણી કરવામાં આવી છે ત્યારે તેઓ આ બેઠકમાં શપથ લીધા પછી તમામ ધારાસભ્યોને પણ શપથ લેવડાવ્યા.