ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જેમના નામના પાસથી આરોપીઓ સંસદમાં ઘૂસ્યા એ સાંસદ પ્રતાપ સિંહા કોણ છે?

નવી દિલ્હી, 13 ડિસેમ્બર: લોકસભામાં અરાજકતા ફેલાવવા આવેલા યુવકો ભાજપના સાંસદ પ્રતાપ સિંહાના નામથી વિઝિટર્સ પાસ લઈને કાર્યવાહી જોવા આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ દાવો કર્યો હતો કે સદનમાં યુવક બીજેપી સાંસદ પ્રતાપ સિંહાનો નામ લઈને ઘૂસી ગયો હતો. પ્રતાપ સિંહા કર્ણાટકની મૈસુર બેઠક પરથી સાંસદ છે. દાનિશ અલીએ ન્યૂઝ એજન્સીને જણાવતા કહ્યું કે, સંસદ હુમલા બાદ જપ્ત કરાયેલા વિઝિટર્સનો એક પાસ ભાજપના સાંસદ પ્રતાપ સિંહાના કાર્યાલયમાંથી જારી કરવામાં આવ્યો છે.

બીજેપી સાંસદે સ્પષ્ટતા આપી

મળતી માહિતી મુજબ, હવે બીજેપી સાંસદ પ્રતાપ સિંહાએ લોકસભા સ્પીકર ઓમ બિરલા અને સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને મળીને પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. જો કે, તેમણે કઈ વાત કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.

કોણ છે પ્રતાપ સિંહ?

પ્રતાપ સિંહા કર્ણાટકના મૈસૂરથી સાંસદ છે. સિંહાએ 2014ની લોકસભા ચૂંટણી મૈસૂર બેઠક પરથી 43.46% મતોથી જીતી હતી. 2019ની ચૂંટણીમાં તેમનો વોટ શેર વધીને 52.27% થયો. 42 વર્ષીય પ્રતાપ સિંહા રાજકારણમાં આવ્યા પહેલા પત્રકાર હતા. તેમણે 2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી પણ લખી હતી. તેઓ પીએમ મોદીને પોતાનો આદર્શ માને છે.જો કે, પત્રકારમાંથી રાજકારણી બનેલા પ્રતાપ સિંહા અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે. ગયા વર્ષે પ્રતાપ સિંહાએ મૈસુર-ઉટી રોડ પર બસ સ્ટોપ તોડી પાડવાની ચેતવણી આપી હતી. બસ સ્ટોપ ગુંબજ જેવું દેખાતું હોવાથી તેમણે તેને JCB વડે તોડી પાડવાની ચીમકી આપી હતી.

પ્રતાપ સિંહાએ 2015માં ટીપુ સુલતાનની જન્મજયંતિની ઉજવણી માટે કર્ણાટક સરકાર સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ટીપુ સુલતાન માત્ર ઇસ્લામવાદીઓ માટે જ રોલ મોડલ બની શકે છે. બીજેપી સાંસદે તત્કાલિન કોંગ્રેસ સરકાર અને સીએમ સિદ્ધારમૈયાનો વિરોધ પણ કર્યો હતો.

દરમિયાન, કર્ણાટકમાં કોંગ્રેસને ભાજપ સાંસદ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે પ્રતાપસિંહના નિવાસસ્થાને પહોંચી ગયા હતા અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચો: લોકસભામાં કૂદકો મારીને ભય ફેલાવનાર કોણ હતા? થઈ ઓળખ, જાણો તે ક્યાંના છે?

Back to top button