ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈમરાન ખાન પર હુમલો કરનાર આરોપી વધુ 10 દિવસ કસ્ટડીમાં

પાકિસ્તાનમાં એક રેલી દરમિયાન હુમલો કરનાર ઈમરાન ખાનના હુમલાખોરને પાકિસ્તાનની અદાલતે આજે વધુ 10 દિવસ માટે જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમ (JIT)ની કસ્ટડીમાં મોકલ્યો છે. જેઆઈટી હાલ ઈમરાન પરના હુમલાની વધુ તપાસ કરી રહી છે, જે અંતર્ગત હુમલાખોરને ઘટના વિશે વધુ જાણવા માટે વધારાનો સમય માંગવામાં આવ્યો છે. કોર્ટના એક અધિકારીએ જણાવ્યું છે કે પોલીસે હુમલાખોર મુહમ્મદ નાવેદને આતંકવાદ વિરોધી અદાલત (ATC) ગુજરાંવાલા સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારપછી એટીસીએ હુમલાખોરને પૂછપરછ માટે વધુ 10 દિવસ માટે JIT કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ફ્રાંસના રાષ્ટ્રપતિનું એલાન : દેશનાં 18 થી 25 વર્ષના યુવાનોને સરકાર આપશે ફ્રી કોન્ડમ

શું હતી સમગ્ર ઘટના ? 

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનને 3 નવેમ્બરે લાહોરથી લગભગ 150 કિલોમીટર દૂર પંજાબના વજીરાબાદ વિસ્તારમાં જમણા પગમાં ગોળી વાગી હતી. જ્યારે તેમને ગોળી વાગી ત્યારે તે શહબાઝ શરીફ સરકાર પર દબાણ લાવવા માટે એક રેલીનું નેતૃત્વ કરી રહ્યો હતો.અધિકારીએ જણાવ્યું કે જેઆઈટીના એક સભ્યએ કોર્ટને જણાવ્યું છે કે ઈમરાન ખાન પર બંદૂક હુમલાની તપાસ ચાલી રહી છે અને હુમલાખોરનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો બાકી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને પોલિગ્રાફ ટેસ્ટ માટે આ અઠવાડિયે લાહોર લાવવામાં આવી શકે છે. પોલીસે હુમલાખોર નાવેદને 3 નવેમ્બરે ધરપકડ કર્યા બાદ પ્રથમ વખત 17 નવેમ્બરે એટીસી સમક્ષ રજૂ કર્યો હતો.

IMARAN KHAN - Hum Dekhenge News
IMARAN KHAN Attacked

ઈમરાન ખાને વડાપ્રધાન શહબાઝ શરીફ પર લગાવ્યા આરોપ

ઈમરાન ખાને વડાપ્રધાન શહબાઝ શરીફ, ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ અને આઈએસઆઈ મેજર જનરલ ફૈઝલ નસીર પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો વારંવાર આરોપ લગાવ્યો છે. તે જ સમયે, પંજાબ પોલીસે ઈમરાન ખાનની હત્યાના પ્રયાસ અંગે એફઆઈઆર નોંધી હતી, જોકે તેમાં કોઈ અગ્રણી વ્યક્તિનું નામ સામે આવ્યુ નથી. ઈમરાન ખાને કહ્યું હતું કે શહેબાઝ શરીફ, સનાઉલ્લાહ અને ફૈઝલના નામ વગર નોંધેલી એફઆઈઆર માત્ર કાગળનો ટુકડો છે.

ઈમરાન ખાન કેસની સુનાવણી સ્થગિત

પાકિસ્તાનની એક હાઈકોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની અયોગ્યતાના કેસની સુનાવણી મોકૂફ રાખી છે. જાણકારી અનુસાર, ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ મામલાની સુનાવણી 20 ડિસેમ્બર સુધી ટાળી દીધી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે ઓક્ટોબરમાં ઈમરાનને વિદેશ પ્રવાસો પર મળેલી સરકારી ભેટો વેચવાથી કમાયેલા પૈસા છુપાવવા બદલ ગેરલાયક ઠેરવ્યા હતા. જો કે ઈમરાન ખાને આ આરોપોને નકારી કાઢ્યા છે.

Back to top button