ગાંધીનગરમાં દસ વર્ષ પહેલા થયેલા ડબલ મર્ડર કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જેમાં પુત્રના લગ્નમાં વતન આવવા બીજી પત્નીએ જીદ પકડતાં ખૂની ખેલ ખેલાયો છે. તેમાં માસુમ દિકરી ભારતીની છરા વડે હત્યા કરી લાશોના ટૂકડા કરી નાખ્યા હતા. તથા બાદમાં લાશોના 21 ટૂકડા કરી પ્લાસ્ટિકના બેરલમાં ભરી દીધા હતા.
આ પણ વાંચો: ગુજરાત: ફાયરબ્રિગેડની મોકડ્રીલમાં ભાંડો ફૂટયો, લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો
પાપ છાપરે ચઢીને સામે આવ્યુ
એક પત્ની હયાત હોવા છતાં પ્રેમ લગ્ન કરનાર એસઆરપી જવાન અરવિંદ મરતાજી ડામોરે બીજી પત્નીથી છૂટકારો મેળવવા હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. પત્ની અને પાંચ વર્ષની માસુમ દિકરીની ગાંધીનગર હેડ ક્વાટર્સમાં હત્યાઓ કરી બંનેની લાશોના 21 ટૂકડા કર્યા હતા. બાદમાં લાશોના ટૂકડા પ્લાસ્ટિકના બેરલમાં ભરી વતન ભિલોડાના શંકરપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં આરોપીએ નાખી દીધા હતા. જો કે પાપ છાપરે ચઢીને સામે આવ્યુ હતુ.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ખેડૂતો સરકારને આપી રહ્યાં જમીન, જાણો શું છે કારણ
કૂવામાં ખરાબ વાસ આવતી હોય ખેતર માલીકે ભિલોડા પોલીસને જાણ કરી
લાશોના ટૂકડામાંથી મળી આવેલ હાથના ટૂકડામાં એચ.બી નામનુ છૂંદણું ત્રોફવેલ હોય તે આખા કેસની કડી બની જતાં પોલીસ મૃતકોની ઓળખ મેળવી શકી હતી, બાદમાં આરોપી સુધી પણ પોલીસ પહોંચી હતી અને પત્ની તેમજ પુત્રીની હત્યા કરનાર એસઆરપી જવાનને ઝડપી લેવાયો હતો. 10 વર્ષ પહેલાં ખેલાયેલ આ ખૂની ખેલનો કેસ મોડાસા કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો અને પત્ની અને પાંચ વર્ષની માસુમ દિકરીને રહેશી નાખી લાશોના 21 ટૂકડા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તે માટે આજીવન કેદની સજા ફ્ટકારી હતી. સસ્પેન્સ ફ્લ્મિ જેવો આ બનાવ 2013માં બન્યો હતો. ભિલોડા તાલુકાના શંકરપુરા ગામની સીમમાં માંકડી ડેમ વિસ્તારમાં આવેલ એક કૂવામાં ખરાબ વાસ આવતી હોય ખેતર માલીકે ભિલોડા પોલીસને જાણ કરી હતી.
મૃતકો હસુમતીબેન અને પુત્રી ભારતી હોવાનુ સામે આવ્યુ
તાબડતોબ ભિલોડા પોલીસે ત્યાં પહોંચી જઈ કૂવામાંથી બેરલ કાઢતાં દરેકના રૂંવાડા ઉભી થઈ ગયા હતા. કારણ કે આ બેરલમાં લાશોના 21 ટૂકડા હતા. પ્રાથમિક તપાસમાં એક મહિલા અને બાળકીની લાશ હોવાનુ જ સામે આવ્યુ હતુ પરંતુ મૃતકો કોણ છે તે કોઈને ખબર ન હતી. પરંતુ આખરે ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો હતો અને મૃતકો હસુમતીબેન અને પુત્રી ભારતી હોવાનુ સામે આવ્યુ હતુ.
આ પણ વાંચો:
આરોપીએ છરા વડે પત્ની, દિકરીના ટુકડા કરી નાખ્યા હતા
આરોપી અરવિંદ ડામોરે પત્ની હસુમતીબેન અને પાંચ વર્ષની માસુમ દિકરી ભારતીની હત્યા કરવા છરાનો ઉપયોગ કર્યો હતો. છરા વડે બંનેનાં ગળાં કાપી નાખ્યાં હતા. બાદમાં લાશોના 21 ટૂકડા કરી પ્લાસ્ટિકના બેરલમાં ભરી દીધા હતા. આ બેરલમાં ચાદર, પગ લુછણીયુ વગેરે મુકી દઈ બેરલ અને બીજો સામાન ટેમ્પામાં ભરી પોતાના વતન વાંકાનેર (ભટેલા) લાવ્યો હતો અને બીજા દિવસે તેણે નીતિન ઉફે પિન્ટુ કાંતિલાલ ડામોર અને જયંતિ ભુરજીભાઈ મેણાતની મદદગારીથી લાશોના ટૂકડા ભરેલ બેરલ કૂવામાં નાખી દીધુ હતુ. બીજા દિવસે પોલીસે કૂવામાંથી લાશોના ટૂકડા ભરેલ બેરલ બહાર કાઢયુ હતુ.
લાશોની ઓળખ માટે પોલીસે પત્રિકાઓ વહેંચી હતી
કૂવામાંથી મહિલાને બાળકીની લાશો મળી આવતાં મૃતકો કોણ છે તે જાણવા માટે પોલીસે અનેક જગ્યાએ તપાસ કરી હતી. આખરે પત્રિકાઓ છપાવી લોકોમાં વહેંચવામાં આવી હતી,પરંતુ મૃતકોના વાલી વારસો મળ્યા ન હતા. આખરે દક્ષાબેન નામની મહિલાના હાથમાં પત્રિકા આવી હતી અને તેણે પોલીસે પ્રસિધ્ધ કરેલ લાશોના ટૂકડાઓના ફોટામાં એચ.બી લખેલ છૂંદણું જોયુ હતુ. જેના પગલે તેની બહેન હસુમતીબેનની લાશ હોવાની શંકા ગઈ હતી. તે ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને લાશો ઉપરનાં કપડાં તેમજ છૂંદણાના આધારે ઓળખ કરી હતી.