ગુજરાત

ગોંડલમાં બે બાળકી સાથે શારીરિક અડપલા કરી બદકામ કરનાર આરોપીને 20 વર્ષની સજા

Text To Speech

રાજકોટઃ ગોંડલ તાલુકાના સડકપીપળીયા ગામની સીમમાં આરોપી સાલીકરામ રામસધાર મોરીયાએ બે નાની બાળકીઓની એકલતાનો લાભ લઇ શારીરીક અડપલાં સાથે બદકામ કર્યું હતું. ત્યારે બાળકીઓના કપડાંમાં લોહીના ડાઘા દેખતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ફરીયાદીએ બાળકીની પૂછપરછ કરતા તેમણે સમગ્ર હકીકત જણાવી હતી.

(IUCAW) મહિલા યુનિટ ગોંડલના પો.ઇન્સ.શ્રી.એન.જી.ગોસાઇની ગુન્હાની ઝડપી તપાસ કરી માત્ર 5 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી તેમજ સરકારી વકીલ ઘનશ્યામભાઇ ડોબરીયાની ધારદાર દલીલો તથા 45 દિવસના ટૂંકા ગાળામાં આધાર પુરાવા ગ્રાહ્ય રાખી ચુકાદો આપી ઉપરોક્ત આરોપીને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગોંડલ પોક્સો કોર્ટે ફરીયાદ દાખલ થયાના 50 દિવસમાં જ આ કેસનો ઝડપી તેમજ ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો.

Back to top button