- મુંબઇ ખાતેથી એક આરોપીને SITની ટીમે દબોચી લીધો
- 16 આરોપી વોન્ટેડ હોવાથી SIT દ્વારા અલગ અલગ ટીમો બનાવી
- રાજસ્થાનમાં 3 અને પંજાબ-મુંબઇમાં 1-1 એમ પાંચ SIT ટીમની તપાસ
અમદાવાદમાં રૂ.1800 કરોડના સટ્ટાકાંડના આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં રાજસ્થાનમાં 3 અને પંજાબ-મુંબઇમાં 1-1 એમ પાંચ SITની તપાસ કરી રહી છે. આરોપી બેંક એકાઉન્ટ અને સિમકાર્ડ પ્રોવાઇડ કરતો હોવાનું ખૂલ્યું છે. તેમજ 26 માર્ચે પીસીબીની ટીમે દરોડો પાડી અમદાવાદમાં સટ્ટાકાંડ ઝડપ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આ ફેરફાર કરાશે તો સીધી અસર બાંધકામો પર થશે
16 આરોપી વોન્ટેડ હોવાથી SIT દ્વારા અલગ અલગ ટીમો બનાવી
અમદાવાદના માધવપુરામાંથી 10 દિવસ પહેલા રૂ.1800 કરોડ સટ્ટાકાંડ કેસમાં 16 આરોપી વોન્ટેડ હોવાથી SIT દ્વારા અલગ અલગ ટીમો બનાવીને રાજસ્થાનમાં 3, મુંબઇ અને પંજાબમાં 1 – 1 મળીને કુલ પાંચ ટીમે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં મુંબઇ ખાતેથી એક આરોપીને SITની ટીમે દબોચી લીધો હતો. આરોપી સટ્ટાકાંડમાં આર્થિક વ્યવહારો કરવા માટે બેંક એકાઉન્ટ અને સીમકાર્ડ પ્રોવાઇડ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. આ ઉપરાંત, રાજસ્થાન અને પંજાબમાં કેટલાક બુકીઓ રડારમાં હોવાથી પોલીસ ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
મુંબઇ ખાતેથી એક આરોપીને SITની ટીમે દબોચી લીધો
માધવપુરના સુમેલ બિઝનેસ પાર્ક-6ના બ્લોકમાં Jબ્લોકમાં ગત, 26 માર્ચે પીસીબીની ટીમે દરોડો પાડીને 1800 કરોડ રૂપિયા ક્રિક્રેટ સટ્ટાકાંડ ઝડપી પાડયો હતો. જેમાં પીસીબીએ જીતેન્દ્ર હીરાગર, સતીશ પરિહાર, અંકિત ગેહલોત અને નીરવ પટેલની ધરપકડ કરી હતી. ઝડપાયેલા બે આરોપીઓ મૂળ રાજસ્થાનના, એક આરોપી બનાસકાંઠા અને અન્ય એક આરોપી નરોડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
કમિશનરે આ સટ્ટાકાંડની તપાસ માટે SITની રચના કરી હતી
જ્યારે 16 જેટલા આરોપીઓ વોન્ટેડ હતા. આરોપીઓ ઓનલાઇન સટ્ટો રમાડીને રૂ.1800 કરોડ રૂપિયા બેંક, આંગડિયા તેમજ હવાલા મારફતે આર્થિક વ્યવહાર કર્યો હતો. આથી પોલીસ કમિશનરે આ સટ્ટાકાંડની તપાસ માટે SITની રચના કરી હતી. જેમાં એક લીગલ એડવાઇઝરનો પણ સમાવેશ કર્યો હતો. આરોપીઓને 583 જેટલા બેંક એકાઉન્ટ અને સીમકાર્ડ કોણે પ્રોવાઇડ કર્યા તેની તપાસ SITની ટીમે કરતા મુંબઇના દિનેશ શિવગણેનું નામ સામે આવ્યુ હતુ. આથી મુંબઇથી દિનેશને દબોચીને અમદાવાદ લાવવામાં આવ્યો છે.