કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ભાવનગર ડમીકાંડનો આરોપી સુરત મહાનગર પાલિકાની MPHWની પરીક્ષામાં ફુલ્લી પાસ

Text To Speech

ભાવનગર ડમીકાંડના એક આરોપી હાલ જેલવાસ ભોગવી રહ્યો છે ત્યારે બીજી તરફ સુરત મહાનગર પાલિકાનું મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનું પરિણામ જાહેર થયું છે જેમાં ડમીકાંડનો આરોપી 16 માં ક્રમે ઉત્તીર્ણ થયો છે ત્યારે અનેક સવાલો તંત્ર પર થઈ રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat : નકલી CMO ઓફિસરની ધરપકડ, નોકરી અપાવવાના બહાને મહિલા સાથે કર્યું દુષ્કર્મ
MPHW - Humdekhengenews ભાવનગરમાં ડમી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર શરદ પનોતની ધરપકડ દરમિયાન તેને કરેલી કબૂલાતના આધારે તળાજા તાલુકા પંચાયતની ભાલર બેઠકના તાલુકા પંચાયત સદસ્યના પુત્ર ચંદ્રદિપ ભરતભાઇ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે સુરત મહાનગર પાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આ આરોપી 16 ક્રમે ઉત્તીર્ણ થયો છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા આ બાબતે ચકસની કરાઇ હશે કે કેમ તેને લઈ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ ડમીકાંડમાં સંડોવાયેલા ચંદ્રદિપની ભૂમિકા શું છે તે મામલે પોલીસ પાસે હજુ કઈ ખાસ છે નહિ. ચંદ્રદિપ આ જાહેર થયેલ પરિણામમાં 80% માર્કસ સાથે ઉત્તીર્ણ થયો છે. પોલીસને હજુ તપાસ કરી શકી નથી કે તે ડમી ઉમેદવાર છે કે પછી મૂળ પરીક્ષાર્થી ? ત્યારે હવે આ મામલે સાચું શું છે તેને લઈને ગણગણાટ શરૂ થયો છે.

Back to top button