જેલમાં પ્રેગ્નન્ટ થવા મહિલા કેદીએ અપનાવી યુક્તિ, વાંચીને માથું ખંજવાળશો
ફ્લોરિડા, તા.1 ડિસેમ્બર, 2024: સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર કિસ્સાઓ સામે આવે છે, જેના વિશે જાણીને આપણે ચોંકી જઈએ છીએ. ફ્લોરિડામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બે કેદીઓએ એકબીજાને મળ્યા વગર બાળકને જન્મ આપ્યો હતો. આ બંને જુદા જુદા સેલમાં બંધ હતા અને ક્યારેય એકબીજાને મળ્યા નહોતા. આ વિચિત્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે 29 વર્ષીય ડેઝી લિંક ગર્ભવતી થઈ. મિયામી-ડેડ સુધારણા અને પુનર્વસન વિભાગે ફ્લોરિડામાં ટર્નર ગિલફોર્ડ નાઈટ સુધારણા કેન્દ્ર ખાતે આંતરિક તપાસ શરૂ કરી હતી.
બાળકને જન્મ આપ્યો
ડેઝી લિન્ક નામની મહિલાએ ગયા વર્ષે 19 જૂને એક બાળકીને જન્મ આપ્યો હતો, જેને મિરેકલ બેબી કહેવામાં આવી રહ્યું છે. ડેઝીએ જેક્સન મેમોરિયલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો, જેની હાલમાં લિન્કના પરિવાર દ્વારા સંભાળ લેવામાં આવી રહી છે. બંને માતા-પિતા પોતપોતાના આરોપો પર સુનાવણીની રાહ જોઈ રહ્યા છે. બંનેની હત્યાના અલગ અલગ આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી.
સૌથી વિચિત્ર બાબત એ છે કે 23 વર્ષીય જોન ડીપાઝ અને ડેઝી લિન્ક ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યા નથી. તેમની વચ્ચેની વાતચીત જેલની વેન્ટિલેશન સિસ્ટમથી શરૂ થઈ અને રોમેન્ટિક સંબંધમાં ફેરવાઈ ગઈ. બંને નોટ્સ અને ફોટા શેર કરવા માટે વેન્ટિલેશન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો.
લિન્કે કહ્યું કે લાંબા સમય સુધી એકલા રહેવાને કારણે તેઓ કલાકો સુધી એકબીજા સાથે વાત કરવા લાગ્યા. જે પછી તેમની વચ્ચેનો સંબંધ ગાઢ બન્યો, જેના પછી ડીપાઝે કુટુંબની ઇચ્છા વ્યક્ત કરી. કહ્યું, હું હંમેશાં એક બાળક ઇચ્છતો હતો. તેથી જો મારે બાળક પેદા કરવું હોય તો લિન્ક પહેલી પસંદ હશે. તેની ઇચ્છા પૂર્ણ કરવા માટે, ડીપોઝે તેના શુક્રાણુને વેન્ટિલેશન શાફ્ટમાંથી લિન્ક સુધી મોકલવાનો માર્ગ તૈયાર કર્યો હતો. વેન્ટિલેશન શાફ્ટનો Lઆકાર હતો, જે સીધો જ લિન્કના વેન્ટિલેશન હિસ્સામાં આવતો હતો. તેમણે તેમના બેડનો ઉપયોગ કરીને એક કામચલાઉ લાઈન બનાવી હતી. જેની મદદથી પાતળા રેપરમાં સ્પર્મને પેક કરીને મોકલવામાં આવતું હતું.
લિન્કે કહ્યું સિગરેટની જેમ રોલ વાળીને આ પેક તેને મોકલવામાં આવતું હતું. લિન્કે યીસ્ટ ઈન્ફેક્શન એપ્લીકેટરનો ઉપયોગ કરીને સ્પર્મને અંદર મૂકતી હતી. લગભગ એક મહિના સુઝી ડેપોઝે તેનું સ્પર્મ આ રીતે મોકલ્યું હતું. સતત કોશિશ બાદ લિન્ક પ્રેગ્નન્ટ થઈ હતી.
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S