ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કોમેડિયન સુનીલ પાલ અપહરણ કેસમાં આરોપી કર્ણપાલની ધરપકડ, મોબાઈલ અને કાર પણ જપ્ત

Text To Speech
  • હજુ સુધી મુખ્ય આરોપી ફરાર છે, પોલીસે તેની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે

મેરઠ, 15 ડિસેમ્બર: કોમેડિયન સુનીલ પાલ અપહરણ કેસમાં પોલીસે એક આરોપી અર્જુન કર્ણપાલની ધરપકડ કરી છે. પોલીસને તેની પાસેથી એક મોબાઈલ ફોન અને કાર મળી આવી છે. જો કે હજુ સુધી મુખ્ય આરોપી લવી ફરાર છે. પોલીસે લવીની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને દાવો કરી રહી છે કે, તેની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોમેડિયન સુનીલ પાલ ગુમ થઈ ગયા હતા. આ વાતની માહિતી કોમેડિયનની પત્નીએ પોલીસ સ્ટેશનમાં આપી હતી. સુનીલ પાલની પત્ની સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેમણે સુનિલ પાલના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી અને કોમેડિયનને શોધી કાઢ્યો હતો.

કોણ છે સુનીલ પાલ?

સુનીલ પાલ છેલ્લે ફિલ્મ ‘તેરી ભાભી હૈ પગલે’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2018માં આવી હતી. આ પછી તે મોટા પડદા પર જોવા મળ્યો ન હતો. જો કે કોમેડિયન કપિલ શર્મા સાથે તેની સારી મિત્રતા જોવા મળી હતી. સુનીલ લાંબા સમયથી કોમેડી શો કરીને કમાણી કરી રહ્યો છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ જોવા મળે છે. તે ઘણીવાર રીલ બનાવીને તેના ચાહકોને હસાવતો જોવા મળે છે.

આટલું જ નહીં કોમેડી અને એક્ટિંગ સિવાય સુનીલ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. ઘણા કોમેડિયન્સ અને એક્ટર્સ વિરુદ્ધ સુનીલ પાલે વાત કરી છે, તે પણ ખચકાટ વગર અને કોઈના ડર વિના. સુનિલ ક્યાં છે અને કેમ છે તે જાણી શકાયું નથી, પરંતુ શક્ય છે કે પરસ્પર દુશ્મનાવટના કારણે તે ગુમ થયા હોય.

આ પણ જૂઓ: ગોવિંદાને જોઈને દોડીને આવી સુષ્મિતા સેન, ગળે લગાવીને પૂછ્યા હાલચાલ

Back to top button