ગુજરાતટોપ ન્યૂઝ

નિવૃત્ત IPS ને બદનામ કરવાના મામલે આરોપી ઇસ્માઈલે કરી નાર્કો ટેસ્ટની માંગ

Text To Speech

ગુજરાત રાજ્યના એક નિવૃત્ત આઇપીએસ અધિકારીને બદનામ કરવાન મામલે સમગ્ર કેસમાં એક નવો વળાંક આવ્યો છે, નકલી આઇપીએસ બનીને પીડિત સાથે દુષ્કર્મ આચરવાના મામલે પકડાયેલ આરોપી ઈસ્માઈલ મલેકે કોર્ટમાં અરજી આપીને જણાવ્યું છે કે તેના પર ખોટો કેસ કરવામાં આવ્યો છે આને મારો નાર્કો આને લાઇ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવે તો બધુ જ સત્ય બહાર આવી શકે તેમ છે જેની ઉપર કોર્ટ આગામી સમયમાં સુનવણી કરશે.

આ પણ વાંચો : IAS – IPS ની બદલીના એંધાણ, CMO ઓફિસમાં ભીડ વધી !
ઈસ્માઈલ - Humdekhengenews તપાસ કરી રહેલ મહિલા ક્રાઇમ બ્રાન્ચને બનાવટી આઇપીએસ કોણ છે તેની કોઈ કડી મળી રહી નથી આને પકડાયેલ આરોપી ઈસ્માઈલ મલેક આ અંગે કઈ ખબર ન હોવાનું રટણ કરી રહ્યો છે ત્યારે મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગે વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી પણ આરોપી ઈસ્માઈલના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ બાબતે ઈસ્માઈલ કઈ જાણતો નથી આને જે કઈ પણ જાણતો હતો તે જણાવી દીધું છે જેથી રિમાન્ડ અરજી ફગાવી જોઈએ જેથી કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી ઇસ્માઈલને જેલમાં મોકલી આપ્યો છે.ઈસ્માઈલ - Humdekhengenewsઉલ્લેખનીય છે કે જ્યારથી એફિડેવિટ વાયરલ થવાથી લઈને એટીએસ તપાસ આને હાલ મહિલા ક્રાઇમ બ્રાન્ચ સતત તપાસના ધમધમાટ ચાલુ છે છતાં બનાવટી આઇપીએસ કોણ હતું તેનું રહસ્ય અકબંધ છે ત્યારે ઈસ્માઈલ મલેક દ્વારા નાર્કો આને લાઇ ડિટેકશન ટેસ્ટની માંગણી કરવામાં આવી છે.

Back to top button