ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

Text To Speech

મુંબઈ, 01 મે 2024: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં આરોપી અનુજ થાપને આત્મહત્યા કરી છે. મુંબઈ પોલીસે આ અંગે જાણકારી આપી છે. માહિતી મુજબ, આરોપીને રાતે સૂતી વખતે ચાદર અપાઈ હતી. ત્યારબાદ તેણે ચાદર વડે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. આ અંગે ત્યારે માલૂમ પડ્યું જ્યારે સવારે રૂટીન ચેકઅપ માટે પોલીસની ટીમ તેના બેરેકમાં પહોંચી, જ્યાં તે બેભાન અવસ્થામાં પડેલો હતો. પોલીસ અધિકારીઓ તાત્કાલિક મુંબઈની GT હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તેનું સારવારઅર્થે મૃત્યુ થયું હતું.

હથિયાર સપ્લાય કેસમાં ધરપકડ કરવામાં આવી હતી

એક અઠવાડિયા પહેલા પોલીસે કાર્યવાહી કરીને પંજાબમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં 37 વર્ષીય સોનુ સુભાષ ચંદ્રા અને 32 વર્ષીય અનુજ થાપન સામેલ છે. મળતી માહિતી મુજબ, અનુજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરે છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને કેટલાક જીવતા કારતુસ મળી આવ્યા હતા. બ્રાન્ચનો દાવો છે કે આ એ જ હથિયારો હતા જેનો ઉપયોગ 14 એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસનું કહેવું છે કે, આ હથિયારો અનુજ અને સુભાષે હુમલાખોરોને સપ્લાય કર્યા હતા.

આ કેસમાં મુંબઈ પોલીસે તમામ ધરપકડ કરાયેલા આરોપી પર MCOCA એકટ લાગુ કર્યો છે. આ કેસમાં ગુજરાતમાંથી ધરપકડ કરાયેલા બિશ્નોઈ ગેંગના બે શુટર વિક્કી ગુપ્તા અને સાગર પાલ પહેલાથી પોલીસ કસ્ટડીમાં છે. આ કેસમાં સલમાન ખાનના સુરક્ષા ગાર્ડના નિવેદનના આધારે મુંબઈ પોલીસે IPCની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

સલમાનના ખાનના ઘર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલની સવારે સલમાન ખાનના બાંદ્રા સ્થિત ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ પર બે મોટરસાઇકલ સવાર શખ્સોએ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે એફઆઇઆર નોંધી હતી. પોલીસે 16 એપ્રિલે ગુજરાતના ભુજમાંથી ગુપ્તા અને પાલની ધરપકડ કરી હતી. અધિકારીઓએ દાવો કર્યો હતો કે ગુપ્તા મોટરસાઇકલ પર સવાર હતો ત્યારે પાલે અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો: અભિનેતા સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ કરનાર ગેંગ સામે MCOCA એકટ લાગુ

Back to top button