કચ્છ - સૌરાષ્ટ્ર

મોરબી દુર્ઘટનામાં આરોપીએ કરી જામીન માટે અરજી, કોર્ટમાં 21 નવેમ્બરના સુનાવણી

Text To Speech

રાજ્યભરમાં ચકચારી મચાવેલા મોરબી દુર્ઘટનામાં 9 આરોપીની ધરપકડ કરાઇ હતી. આ મામલે ભારે વિરોધ પણ થઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે 8 જેટલા આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. આ અંગેની તમામ સુનાવણી 21 નવેમ્બરના થશે તેવી પણ માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટના મામલે નગરપાલિકાને ફટકાર, જવાબ આપો નહીં તો 1 લાખનો દંડ ભરોનો HCનો આદેશ

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં હાઈકોર્ટમાં ફરિયાદો પહોંચી છે ત્યારે 9 આરોપીની ધરપકડ કરાઇ હતી. જેમાંથી 8 આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. ફેબ્રીકેશનનું કામ કરતા એક આરોપી પ્રકાશ પરમારે આ પહેલા જામીન માટે અરજી કરી હતી.

મોરબીમાં હોનારત
મોરબીમાં હોનારત

આ ઉપરાંત ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હજુ સુધી ધરપકડ કરાઇ નથી . જયસુખ પટેલ ક્યાં છે, કેમ તેની ધરપકડ નથી કરાઇ, શા માટે પોલીસ તેને પૂછપરછ નથી કરી રહી આ અંગે સતત સવાલ ઉઠી રહ્યાં છે. આ બધા જ વચ્ચે કોર્ટે આ પહેલા સુનાવણીમાં પણ આ કેસની તમામ સવાલો સરકાર સામ કર્યાં હતા. જો કે હજુ સુધી કંઇ નક્કર કામગીરી થઇ નથી.

બ્રિજના રિનોવેશન બાદ ફિટનેસ સર્ટીફિકિટ વિના જ ચાલુ કરી દેવાયો હતો. ઘોર બેદરકારીના પગલે દુર્ઘટના સર્જાઇ હોવાનું સ્પષ્ટ સામેલ આવ્યું છે. જો કે તેમ છતાં પણ હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી ન થતાં જેને સ્વજન ગુમાવ્યા છે.તેના પરિવજનોમાં ભારે રોષ છે. આ કેસ મુદ્દે આગામી સુનાવણી 21 નવેમ્બરે થશે.

Back to top button