વર્લ્ડ

USમાં ગૂજરાતી મૂળની દીકરીના હત્યાના કેસમાં આરોપીને 100 વર્ષની જેલ, જાણો શું હતી ઘટના

અમેરિકાના લુસિયાનામાં માર્ચ 2021માં ગુજરાતી મૂળની બાળકી માયા પટેલની હત્યા બદલ યુવકને સજા સંભળાવવામા આવી છે. જેમાં 35 વર્ષના યુવકને કોર્ટે 100 વર્ષની સજા ફટકારી છે.

USમાં ગુજરાતી મૂળની બાળકીના મૃત્યુ કેસમાં સજા

અમેરિકામાં વર્ષ 2021માં બનેલી ફાયરિંગની ઘટનામાં મૂળ ગુજરાતી પરિવારની 5 વર્ષની માયા નામની દીકરીનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં બાળકીને માથામાં ગોળી વાગતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં જે આરોપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતુ તે આરોપીને કોર્ટે 100 વર્ષની જેલની સજા ફટકારી છે.

માયા પટેલ હત્યા-humdekhengenews

વર્ષ 2021માં હોટલમાં ફાયરિંગની ઘટના

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2021માં માયા પટેલ નામની 5 વર્ષીય બાળકી શ્રેવેપોર્ટના મૉન્કહાઉસ ડ્રાઈવમાં પોતાના હોટલ રૂમમાં રમી રહી હતી આ દકમિયાન બારીમાંથી થયેલા ફાયરિંગમાં તેને માથામાં ગોળી વાગી હતી. આ ઘટનામાં બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં બાળકીની ત્રણ દિવસ સારવાર ચાલ્યા બાદ તેનું નિપજ્યું હતું.

રુમમાં રમી રહેલ બાળકીને ગોળી વાગતા મોત

આ ઘટનાની જાણકારી અનુસાર મેરિકાના લુઈસિયાનામાં કેડ્ડો પેરિશમાં 5 વર્ષની બાળકીનું હોટલમાં થયેલા ફાયરિંગમાં મોત થઈ ગયું હતું. આ કેસમાં દોષિત ઠરેલા 35 વર્ષના શખ્સને 100 વર્ષની જેલની કઠોર સજા સંભળાવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વર્ષ 2021માં માયા પટેલ નામની બાળકી શ્રેવેપોર્ટના મૉન્કહાઉસ ડ્રાઈવમાં પોતાના હોટલ રૂમમાં રમી રહી હતી ત્યારે બારીમાંથી થયેલા ફાયરિંગમાં તેના માથામાં ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ બાળકીની ત્રણ દિવસ સારવાર ચાલ્યા બાદ તેનું મોત થઈ ગયું હતું.

માયા પટેલ હત્યા-humdekhengenews

આ રીતે 100 વર્ષની સજા ફટકારી

વિગતો મુજબ 20 માર્ચ 2021ના રોજ શ્રેવેપોર્ટમાં મૉન્કહાઉસના 4900 બ્લોકમાં સુપર 8 મોટેલના પાર્કિંગમાં સ્મિથનો અન્ય શખ્સ સાથે ઝઘડો થઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે ફાયરિંગ કર્યું હતું.જેમાં મિસફાયરિંગમાં મોટેલના સંચાલક વિમલ અને સ્નેહલ પટેલની માયા નામની દિકરી તેના ભાઈ સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમમાં રમી રહી હતી ત્યારે તેને માથામાં ગોળી વાગી હતી. અને તે તેમાં ગંભીર રીતે ગાયલ થઈ હતી. અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ કેસમાં કોર્ટે 35 વર્ષીય આરોપીને 60 વર્ષની જેલ સહિત કોર્ટની કાર્યવાહીમાં અડચણ ઉભી કરવા બદલ આરોપીને દોષિત ઠેરવીને 20 અને આ સિવાય વધુ 20 વર્ષની એમ કુલ 100 વર્ષની જેલની સજા ફટકારી છે.

આ પણ વાંચો : શું કમોસમી વરસાદથી હવે મળશે રાહત ? હવામાન વિભાગે કરી નવી આગાહી

Back to top button