ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરા બોટ દુર્ઘટનામાં આરોપી જાહેર, જાણો કોણ છે 12 માસૂમ ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓનો ભોગ લેનારા

Text To Speech
  • 6 આરોપીઓની પૂછપરછમાં સમગ્ર હકીકત ખૂલી
  • 3 ભાગીદાર સહિતના 6 આરોપીના પાંચ દિવસના રિમાન્ડ
  • આર્થિક વ્યહવારોનું રીપોર્ટીંગ પરેશ શાહ અને નિલેશ જૈનને કરાતું

વડોદરા બોટ દુર્ઘટનામાં આરોપી જાહેર થયા છે. જેમાં પરેશ શાહ અને નિલેશ જૈનને પોલીસે બોટ દુર્ઘટનામાં આરોપી જાહેર કર્યા છે. પેટ્રોલ પંપના માલિક પરેશ શાહનું આખું પરિવાર આરોપીની યાદીમાં સામેલ છે. લેક ઝોનના રોજે રોજના આર્થિક વ્યહવારોનું રીપોર્ટીંગ પરેશ શાહ અને નિલેશ જૈનને કરાતું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર 

3 ભાગીદાર સહિતના 6 આરોપીના પાંચ દિવસના રિમાન્ડ

3 ભાગીદાર સહિતના 6 આરોપીના પાંચ દિવસના રિમાન્ડ છે. 12 માસૂમ ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓનો ભોગ લેનારા હરણી લેક ઝોનની બોટ દુર્ઘટનાની તપાસમાં બહાર આવેલા પુરાવાઓના આધારે શહેરના માલેતુજાર પરેશ શાહ અને ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટ કંપનીના સંચાલક નિલેશ જૈનને મુખ્ય સૂત્રધાર જાહેર કરવામાં આવ્યા છે. હવે આ પ્રકરણમાં પરેશ શાહનું આખુ પરિવાર આરોપી બન્યુ છે. બનાવ પછી ભૂગર્ભમાં ઉતરી ગયેલાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસના દરોડા જારી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે.

6 આરોપીઓની પૂછપરછમાં એવી હકીકત ખૂલી

6 આરોપીઓની પૂછપરછમાં એવી હકીકત ખૂલી છે કે, હરણી સ્થિત ફન અરેના લેક ઝોન ખાતે રોજે રોજનો હિસાબ પરેશ શાહ અને નિલેશ જૈનને આપવામાં આવતો હતો. આ સિવાય પણ ઘણાં ડોક્યુમેન્ટરી એવિડન્સ મળ્યાં હોવાથી તેઓને આરોપી તરીકે ઘોષીત કરવામાં આવ્યા છે તેમ પોલીસ કમિશનર અનુપમસિંહે જણાવ્યું છે. મ્યુનિ.એ પીપીપી ધોરણે હરણી લેકનો કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેક્ટને આપ્યો હતો. કંપનીના 15 ભાગીદારો સહિત 18 આરોપીઓ સામે એફઆઈઆર દાખલ થઈ હતી. જેમાં પરેશ શાહના પુત્ર વત્સલ શાહ, પત્ની નૂતનબેન પી શાહ અને પુત્રી વૈશાખીબેન પી શાહને આરોપી દર્શાવેલા જ હતાં. પોલીસે સૂત્રધાર દર્શાવેલા પરેશ શાહ હરણી વિસ્તારમાં પેટ્રોલ પંપ ધરાવતા હોવાનું જાણવા મળે છે. પ્રથમ તબક્કામાં ઝડપાયેલાં ત્રણ કર્મચારીઓએ એવી કેફિયત આપી હતી કે, લેક ઝોનના રોજે રોજના આર્થીક વ્યહવારોનું રીપોર્ટીંગ પરેશ શાહ અને નિલેશ જૈનને કરવામાં આવતુ હતુ. જેને સંલગ્ન ડોક્યુમેન્ટરી એવિડન્સ પણ મળી આવ્યાં હતા.

Back to top button