ઈન્ડી ગઠબંધનમાં ફરી આક્ષેપબાજી શરુ: ટીએમસીએ કોંગ્રેસને ભાજપની ‘દલાલ’ ગણાવી
- કોંગ્રેસે ઈન્ડી ગઠબંધનને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો, તો ટીએમસીએ કોંગ્રેસને ભાજપની ‘દલાલ’ ગણાવી
નવી દિલ્હી, 02 જાન્યુઆરી: અનેક વાદ-વિવાદો સાથે વર્ષ 2023 પૂર્ણ થઈ ગયું, ત્યારે હવે એ જ વાદ-વિવાદો સાથે 2024 શરુ થયું છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા ઈન્ડી ગઠબંધનમાં ફરી તણાવ ઉભો થયો છે. મહાગઠબંધનના મુખ્ય પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દે દલાલ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક તરફ શિવસેનાએ મહારાષ્ટ્રમાં 23 બેઠકો પર દાવો કર્યો છે તો બીજી તરફ બંગાળમાં મમતા બેનર્જી એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચેની ચર્ચા લોકોમાં સામે આવી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
સીપીએમ, કોંગ્રેસ ભાજપના એજન્ટ છેઃ સુદીપ બેનર્જી
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બેનર્જીએ એક બેઠકમાં ઈન્ડી ગઠબંધનની સીટ વહેંચણી અંગે ચર્ચા કરતા સીપીએમ અને કોંગ્રેસને ભાજપના દલાલો ગણાવ્યા છે. સુદીપ બેનર્જીએ કહ્યું છે કે જો 400 સીટો પર સીટ શેરિંગ થાય છે તો ભાજપ 200 સીટોથી નીચે આવી શકે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની ભૂમિકા શું હશે તે જોવું રહ્યું.
મમતા બેનર્જીએ ગઠબંધન નુકસાન પહોંચાડ્યું: અધીર રંજન ચૌધરી
મુર્શિદાબાદના સાંસદ અધીર રંજન ચૌધરીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મમતા બેનર્જીએ ઈન્ડી ગઠબંધન નુકસાન પહોંચાડ્યું છે, દીદી પોતે ગઠબંધન નથી ઈચ્છતી, જો બંગાળના મુખ્યમંત્રી આગ્રહ કરશે તો તેઓ પોતે જ ઘણી મુશ્કેલીમાં મુકાઈ જશે. બંગાળમાં કોણ આવી રહ્યું છે અને કોણ જઈ રહ્યું છે તે અંગે અમને કોઈ વાંધો નથી, કોંગ્રેસ પોતે બંગાળમાં ચૂંટણી લડવાની શક્તિ ધરાવે છે. તેમણે કહ્યું કે અમારા માટે સ્પષ્ટ છે કે જ્યાં અમારી સત્તા હશે ત્યાં અમે ચૂંટણી લડીશું.
મમતાએ શું કહ્યું?
ગયા ગુરુવારે મમતા બેનર્જીએ આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું છે કે ટીએમસી બંગાળમાં લડશે અને ભાજપને હરાવી દેશે. બંગાળમાં બીજેપીને માત્ર ટીએમસી જ પાઠ ભણાવી શકે છે, અન્ય કોઈ પાર્ટી નહીં. જો કે મમતાએ કહ્યું કે ઈન્ડી ગઠબંધન દેશભરની તમામ બેઠકો પર ચૂંટણી લડશે.
જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં BJPને માત્ર TMC જ હરાવી શકે: મમતા બેનર્જી