ગુજરાતટોપ ન્યૂઝ

સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી લંડન ગયા અને એકાઉન્ટન્ટે રૂ.48 લાખનો ખેલ પાડ્યો

Text To Speech

કરજણના સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટન્ટે 48 લાખની ઠગાઈ કરી છે. જેમાં ટ્રસ્ટીઓની બોગસ સહી કરી એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા છે. તેમજ પોલીસ સ્ટેશનમાં મંદિરના એકાઉન્ટન્ટ વિરુદ્ધ છેતરપીડિંની ફરિયાદ નોધાવી છે. તેમાં અન્ય તપાસ કરતા કુલ 48.43 લાખની ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં સરકારી સ્કૂલો વધુ સુવિધા યુક્ત, જાણો કેવી રીતે

મંદિરના એકાઉન્ટન્ટ વિરુદ્ધ છેતરપીડિંની ફરિયાદ

કરજણ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી લંડન ગયા એટલે એકાઉન્ટન્ટે લેટર પેડ ઉપર ટ્રસ્ટીની બોગસ સહીઓ કરી બેંકમાંથી રૂા.48.43 લાખની ઉચાપત કરી હતી. આ અંગે ટ્રસ્ટીએ કરજણ પોલીસ સ્ટેશનમાં મંદિરના એકાઉન્ટન્ટ વિરુદ્ધ છેતરપીડિંની ફરિયાદ નોધાવી છે. કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી બાલસ્વરૂપ દાસજી સ્વામી છેલ્લા દસ વર્ષથી ટ્રસ્ટી તથા કોઠારી તરીકે કામ કરે છે. સ્વામીજી તથા ઠાકોર પટેલની સંયુક્ત સહી મારફ્તે મંદિરના વહીવટને લગતા બેંકના તમામ આર્થિક વ્યવહારો થતાં હતાં. તેઓ બંનેના નામે ખોલાવેલ બેંક ઓફ્ ઇન્ડીયા કરજણના ખાતામાં મંદિરના ટ્રસ્ટે હરી ભકતોએ દાન મળેલ રકમ 24 લાખ રૂપિયાની એફડી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતના બુકીઓના “સ્વર્ગ સમા” વિદેશી રહેઠાણ પર તવાઇ

મંદિરે મુકેલ રૂ.24 લાખની એફ્.ડી. ઉપાડી લીધી

2013ની સાલમાં કરજણ મંદિરે પોતાના સાંસરિક પ્રશ્નોને લઈને સંસારથી વૈરાગ્ય લેવાનું જણાવી મળવા આવેલ વડોદરાના કૃણાલ વિનુ પટેલને ત્યાં રહીને સેવા ચાકરી કરતો હતો. કૃણાલ બી.કોમ. થયેલ હોવાથી તે મંદિરના હિસાબ કિતાબ કરતો હતો. આથી ટ્રસ્ટી દ્વારા તેણે એકાઉન્ટ લખવાની જવાબદારી સોંપેલ હતી. ટ્રસ્ટી વર્ષ 2022માં લંડન ખાતે ગયા હતા. આ દરમ્યાન કૃણાલ મંદિરનો હિસાબ માર્ચ 2022થી લખ્યો ન હતો. ટ્રસ્ટી લંડનથી પરત આવ્યા કૃણાલ પર શંકા જતાં બેંકમાં મંદિરના ખાતાનું સ્ટેટમેન્ટ મગાવતાં મંદિરે મુકેલ રૂ.24 લાખની એફ્.ડી. ઉપાડી લીધી હતી તેમજ અન્ય તપાસ કરતા કુલ 48.43 લાખની ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

Back to top button