સ્વિસબેંક પાસેથી મળેલી ખાતાઓની વિગતોની તપાસ ચાલુ, ટૂંકમાં કરાશે જાહેર
Swiss bank: આવકવેરા વિભાગ દ્વારા સ્વિસબેંકમાં રહેલા અનેક ભારતીયોના ખાતાઓની તપાસ ચાલી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ ( CBDT)ના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્યા પ્રમાણે આવકવેરા વિભાગ સ્વિસ બેંકમાંથી પ્રાપ્ત ભારતીય નાગરિકો અને સંસ્થાઓના બેંક ખાતાઓની તપાસ કરી રહી છે. જો કોઈપણ વ્યક્તિની કરચોરી મળી આવશે તો બ્લેક મની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ANI સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમને વાર્ષિક સ્વયંસંચાલિત માહિતી વિનિમયના ભાગ રૂપે સ્વિસબેંકમાં ભારતીય નાગરિકો અને સંસ્થાઓના બેંક ખાતાઓ વિશે માહિતી મળી છે. સ્વિટ્ઝર્લેન્ડે 104 દેશો સાથે લગભગ 36 લાખ નાણાકીય ખાતાઓની વિગતો શેર કરી છે. ભારત સાથે આરીતે સૌપ્રથમ આદાનપ્રદાન 2019માં થયું હતું.
નીતિન ગુપ્તાએ વધુમાં કહ્યું કે, “આયકાર વિભાગ સ્વિસબેંક દ્વારા મળેલી માહિતી પર કામ કરી રહી છે. કેટલાક ભારતીય નાગરિકોની વિદેશમાં સંપત્તિ છે અને તેમણે આવકવેરા વિભાગને જાણ નથી કરી એવા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ, જેની હાલ તપાસ ચાલી રહી છે.”
સ્વિસબેંકના અધિકારીએ કહ્યું, ” કાળુ નાણુ હવે રહ્યું જ નથી”
સ્વિસબેંકના અધિકારીએ ANI સાથે વાત કરતાં જણાવ્યું કે, “હું અહીં બે વર્ષ પહેલાનો એમ્બેસેડર છું અને મેં છેલ્લા બે વર્ષથી કાળા નાણા વિશે લગભગ કંઈ જ સાંભળ્યું નથી. કાળા નાણાનો મુદ્દો સ્વિટ્ઝર્લેન્ડ અને ભારત વચ્ચે 2018માં ઉકેલવામાં આવ્યો હતો. ત્યાર પછી મે કાળા નાણા વિશે કંઈ સાંભળ્યુ નથી.”
આ પણ વાંચો: PFI સામે NIAની કાર્યવાહી, ઉત્તર પ્રદેશ સહિત લગભગ એક ડઝન જગ્યાએ દરોડા