ધર્મ

વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં ભૂલથી પણ પગરખા ના મુકવા, લક્ષ્મીજી સાથ છોડી દેશે

Text To Speech

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારી ભાગ્ય રેખા તમે જે કરો છો તેનાથી સંબંધિત છે. તમારી જીવનશૈલી, ખાણી-પીણી, તમારા કપડાથી લઈને તમારા પગરખાં અને ચપ્પલ સુધી પણ તમારું નસીબ જોડાયેલું છે. ઘણા કિસ્સાઓમાં, સખત મહેનત કર્યા પછી પણ, તમને પ્રગતિ નથી મળતી અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આનું એક કારણ તમારા પગના શૂઝ પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર ઘર સંબંધિત વસ્તુઓ રાખવાની દિશા જણાવે છે. જો આ બધું વાસ્તુ અનુસાર કરવામાં આવે તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. જો વસ્તુઓ વાસ્તુ અનુસાર ન હોય તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશવા લાગે છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં વિખવાદ, આર્થિક સંકટ, રોગ અને અશાંતિ આવે છે. ઘર સાથે જોડાયેલી ઘણી વસ્તુઓની સાથે જૂતા પણ વાસ્તુ સાથે જોડાયેલા છે. ઉતાવળમાં ઘરે આવીએ આપણે ગમે ત્યાં ચંપલ ઉતારી દઈએ છીએ. જે વાસ્તુશાસ્ત્ર મુજબ ખોટું કહેવાય છે.

ભૂલથી પણ આ દિશામાં જૂતા અને ચપ્પલ ન રાખો:
જ્યારે આપણે બહારથી આવીએ છીએ ત્યારે આપણા જૂતા અને ચપ્પલ ધૂળ અને ગંદકીથી ભરેલા હોય છે. જો આ ગંદા જૂતા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવામાં આવે તો ઘરની તમામ સકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. યાદ રાખો, જૂતા ભૂલથી પણ બેડરૂમમાં ન રાખવા જોઈએ. આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

પગરખાં રાખવાની યોગ્ય દિશા:
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું માનવું છે કે પગરખાં ક્યારેય ઘરના દરવાજા કે બાજુમાં ન રાખવા જોઈએ. આમ કરવાથી ઘરની સમૃદ્ધિમાં અવરોધ આવે છે અને પોતાની પ્રગતિમાં પણ અવરોધ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ચંપલ રાખવા જોઈએ.

આ રંગના શૂઝ કે ચપ્પલ ન પહેરવા જોઈએ:
ગંદા અને ફાટેલા પગરખાં ક્યારેય ન પહેરવા જોઇએ, તેનાથી પેહલામાં પેહલી ખરાબ ઇમપ્રેશન પડે છે. તેમજ ફેશનના આ જમાનામાં પીળા રંગના શૂઝ ન પહેરો તો સારું રહેશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પીળા રંગના શૂઝ પહેરવા સારા નથી. પીળો રંગ ગુરુ ગ્રહનો હોવાનું માનવામાં આવે છે. આ કારણે જન્મપત્રકમાં ગુરુની સ્થિતિ અશુભ બની જાય છે.

Back to top button