ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર અમદાવાદમાં 97 સ્થળના કચરાના ઠેર કરાશે કાયમી ધોરણે નાબુદ
- સવારે 6 થી રાત્રીના 12 સુધી આ પોઈન્ટ પર કરાશે સુપરવિઝન
- સિલ્વર ટ્રોલી ઉપાડી લેવાનો કારાયો નિર્ણય
ગુજરાત હાઈકોર્ટમાં શહેરના જાહેર માર્ગો પર રખડતા પશુઓને લઈને કરવામાં આવેલ અરજી અને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર અમદાવાદના સાત ઝોનના 97 સ્થળો પર આવેલા કચરાના ઠેર કાયમી ધોરણે નાબુદ કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે. આ તમામ સ્થળો પર સવારના 6 થી રાત્રીના 12 વાગ્યા સુધી આ કચરાના પોઈન્ટ ઉપર લોકોને કચરો નાખતા અટકાવવા મ્યુનિસિપલ તંત્રની ટીમ દ્વારા સુપરવિઝન કરવામાં આવશે.આવા કચરાના સ્પોટ પર મ્યુનિસિપલ તરફથી કચરો નાખવા માટે મુકવામાં આવેલ સિલ્વર ટ્રોલી પણ ઉપાડી લેવામા આવશે.
અમદાવાદ શહેરના જાહેર માર્ગ ઉપર રખડતા પશુઓ મામલે હાઈકોર્ટમાં કરવામાં આવેલી પી. આઈ. એલ હેઠળ હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલ આદેશ અનુસાર ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરીટીના ઓગસ્ટ-2022ના સર્વે અનુસાર શહેરના મુખ્ય માર્ગો પર ગાય જેવા પ્રાણીઓ ફરતા જોવા મળતા હોવાનું માલુમ પડતા આવા 97 સિલ્વર ટ્રોલીઓના લોકેશન ઉઅપર કચરાના સ્પોટ હોવાના કારણે ગાય અને અન્ય પાળતું પ્રાણીઓ રસ્તા ઉપર જોવા મળતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં ઉલ્લેખનીય 97 કચરાના સ્પોટ કાયમી ધોરણે નાબુદ કરવા મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને આદેશ કર્યો.
આ પણ વાંચો : ચૂંટણીપંચના આદેશથી 6 DySPની બદલી
શહેરના 48 વોર્ડમાં આવેલા 97 કચરાના સ્પોટને કાયમી ધોરણે નાબુદ કરવા ઝોનકક્ષાએ ઝોન આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામા ચાર સભ્યોની મોનીટરિંગ ટુકડીઓ બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ટીમમાં વોર્ડના પબ્લિક હેલ્થ સુપરવાઈઝર ઉપરાંત વોર્ડના આસીસ્ટન્ટ ઇજનેર, વોર્ડના એસ્ટેટ ઇન્સ્પેકટર તથા કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર એમ કુલ મળી ચાર સભ્યોની તમામ 48 વોર્ડ માટે મોનીટરિંગ ટુકડીઓ બનાવવામા આવી. આ કમિટીના સભ્યો તેમને સોપાયેલ વોર્ડના કચરાન સ્પોટ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તરફથી કચરો નાખવા માટે સિલ્વર ટ્રોલી મુકવામાં આવી છે.તે સ્થળેથી આ સિલ્વર ટ્રોલી ઉપડાવી લેવામાં આવશે. ઉપરાંત રોજ સવારે 6 થી રાત્રીના 12 વાગ્યા સુધી આ સ્પોટ પર નાગરિકો દ્વારા કચરો ન નાખવામાં આવે તેનું સુપરવિઝન કરવામાં આવશે. તેમજ નાગરિકો દ્વરા અનાખવામાં આવતા કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર અને ગેટ ટુ ડમ્પ સિસ્ટમમાં લેવાની વ્યવસ્થા કરશે.