ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, 5 દિવસ આ વિસ્તારોમાં રહેશે વરસાદ

Text To Speech

હજી પણ રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું નથી. તેમજ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનથી આવતાં પવનોના કારણે વરસાદનું જોર જોવા મળી શકે છે. આ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા

ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં આવતી કાલથી વરસાદનું જોર ઘટશે. તેમજ હાલ સુધી 746 મીમી વરસાદ નોંધાયો છે. તથા રાજ્યમાં હાલ સુધી 40 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. ઉત્તર કોસ્ટ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તથા આવતીકાલથી લો પ્રેશર સિસ્ટમ હટશે. તેમજ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

આ પણ વાંચો : રાજ્યમાં બે વર્ષ બાદ 100 ટકાથી વધુ વરસાદ, ઝોન પ્રમાણે શું રહી છે સ્થિતિ ?

ગુજરાતમાં મોસમનો વરસાદ 100 ટકાને પાર

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં 100% ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ત્રણ ઝોનમાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ 155.36% વરસાદ કચ્છમાં વરસ્યો છે. બીજી તરફ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં 100% થી વધુ, જ્યારે મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ નોંધાયો છે.

Back to top button