રાજ્યના આ બંદર પર લગાવાયા ભયજનક સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ જોવા મળે રહ્યો છે ગઈકાલે ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આજે દરિયામાં કરંટ આવતા 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. ત્યારે દરિયા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના કેટલાય બંદરો ગીર સોમનાથના વેરાવળ બંદર અને અમરેલીના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે કરંટ જોવા મળતા સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને આગામી 24 કલાક સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના વાતાવરણમાં બે દિવસથી પલટો આવતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથના બંદરોમાં વરસાદ બાદ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. જેને લઈને માછીમારોને આગામી 24 કલાક સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ભર ઠંડી વચ્ચે વરસાદની આગાહી
શું છે 1 નંબરનું સિગ્નલ?
1 નંબરનું સિગ્નલ અગાઉ પણ લગાવવામાં આવ્યુ છે ત્યારે આ સિગ્નલનો જ્યારે હવા તોફાની અથવા સપાટા વાળી હોય અને તેના બાદ વાવાઝોડાની સંભાવના હોય ત્યારે સિગ્નલ લગાવવામાં આવે છે.
માલસામાન સુરક્ષિત સ્થળે રાખવાની સૂચના આપી દેવામાં આવી
ત્યારે વેરાવળ બંદર અને અમરેલીના જાફરાબાદ બંદર પર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોનો પોતાનો માલસામાન સુરક્ષિત સ્થળે રાખવાની સૂચના આપી દેવામાં આવી છે તેમજ યાર્ડમાં પણ પોતાને જર્સીઓ પોતાની રીતે વરસાદમાં તે રીતે લઈ આવવા માટે સૂચના આપી દેવામાં આવી છે સાથે જરૂર પૂરતી જર્સીઓ યાર્ડમાં લઇ આવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે