ગુજરાતમાં ફરી પેપર લીક કાંડ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BBA અને B.COMનું પેપર ફૂટ્યુ
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલીક થયાની માહિતી મળી રહી છે. જેમાં મળતી વિગતો મુજબ બે પરીક્ષાના પેપર લીક થયાની જાણ થતા શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.COM સેમ-5ના પેપર લીક થતા હોબાળો મચી ગયો છે. આજે વિદ્યાર્થીના હાથમાં આવેલ પેપરની કોપી એક દિવસ પહેલા જ મીડિયામાં વહેતી થઈ હતી. આથી પેપર લીક થયા હોવાની ચર્ચાએ જોર પકડતાં કુલપતિએ જાતે ચકાસણી કરી હતી જેમાં પેપર લીક થયાની જાણ થતા જ BBAનું પેપર રાતોરાત બદલવામાં આવ્યુ હતુ. પરીક્ષા નિયામક નિલેશ સોની દ્વારા રાતોરાત નવું પેપર તૈયાર કર્યુ અને સવારે 5.30 કલાકે તમામ કૉલેજોને ઈ-મેઈલ મારફતે તેની જાણ કરવામાં આવી છે. હવે BBAનું નવું પેપર લેવાશે.જ્યારે બીકોમની (BCOM) પરીક્ષા રદ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર બાદ હવે કોલેજોના પણ પેપર ફૂટવા લાગ્યા
મહત્વનું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો અવાર નવાર લીક થતા રહેતા હતા, ત્યારે હવે કોલેજોના પેપર લીક થવાના કૌભાંડ શરૂ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલાક દિવસોથી પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજે BBA સેમેસ્ટર-5નું ડાયરેક્ટ ટેક્સનું પેપર અને બી.કોમ. સેમેસ્ટર-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1નું પેપર હતું. જે બન્ને પેપર ફૂટ્યા હોવાની જાણ થતા હડકંપ મચી હતી.
BBAનું પેપર રાતોરાત બદલાયુ જ્યારે B COMનું રદ્
13 ઓક્ટોબરે બી.બી.એ. (BBA) અને બી.કોમ. સેમેસ્ટર-5ની પેપર હતુ આથી 12 ઓક્ટોબરે જ મોટાભાગના કેન્દ્રો પર બંને પરીક્ષાના પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ કેન્દ્રમાંથી જ ક્યાંકથી પેપર લીક થયાનું પ્રાથમિક તબક્કે જણવા મળ્યુ છે. ત્યારે BBA ના પેપરને રાતો રાત બદલવામાં આવ્યુ હતુ પણ B COM ની પરીક્ષા રદ્ કરવામાં આવશે તેમ જણાય રહ્યું છે.
આ પણ વાંચો:ગુજરાતના આ શહેરમાં છપાય છે નકલી નોટો, પોલીસ તંત્ર માટે