ધર્મયુટિલીટી

આજે પાંચમનુ શ્રાદ્ધ: કેમ કુંવારા પંચમી તરીકે ઓળખાય છે?

Text To Speech

પિતૃપક્ષના શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે. ત્યારે આ વર્ષે પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈને 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. પિતૃપક્ષમાં તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે. બ્રહ્મ પુરાણ અનુસાર માણસે પહેલા પોતાના પૂર્વજોની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. આ કારણોસર ભારતીય સમાજમાં મરણ પામેલ વડીલોનું સન્માન અને પૂજા કરવામાં આવે છે. જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ.

પંચમીના શ્રાદ્દને કુવારા પંચમી કેમ કેહવામાં આવે છે?

ત્યારે આજે પાચમનું શ્રાદ્ધ છે. જે શ્રાદ્ધ અશ્વિન પંચમીના દિવસે કરવામાં આવે છે. પંચમી શ્રાદ્ધ સિવાય આ શ્રાદ્ધ કુંવારા પંચમી શ્રાદ્ધ તરીકે પણ ઓળખાય છે. કારણકે આ દિવસે એવા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે જેઓ પંચમીના દિવસે મૃત્યુ પામ્યા હોય અથવા જેઓ અવિવાહિત હોવા દરમિયાન મૃત્યુ પામ્યા હોય. એટલે તેને કુવારા પંચમી તેમજ પંચમીનું શ્રાદ્ધ કહેવામાં આવે છે. તેમજ આ દિવસની પુજા અને તર્પણ અંગેની વિધિ કુવારા બ્રાહ્મણ દ્વારા જ કરાવવામાં આવે છે. આ દિવસે પિંડ દાન કુંવારા પંચમી પર રાહુકાલ સિવાય કોઈપણ સમયે કરી શકાય છે.

કુંવારા પંચમી શ્રાદ્ધની રીત:

પંચમી શ્રાદ્ધના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને ભગવાનના સ્થાન અને પિતૃ સ્થાનને ગાયના છાણથી લીપવામાં આવે છે.
આ પછી તે જગ્યાને ગંગાજળથી પવિત્ર કરવી અને ઘરના આંગણામાં રંગોળી બનાવવી
સ્ત્રીઓ સ્નાન કરીને પિતૃઓ માટે શક્ય હોય તો ખીર બનાવે
કુંવારા પંચમી પર અવિવાહિત બ્રાહ્મણને આમંત્રણ આપવામાં આવે છે.
અવિવાહિત બ્રાહ્મણ દ્વારા જ પૂર્વજોની પૂજા અને તર્પણ કરાવવી.
પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો.
આ પછી ગાય, કૂતરો, કાગડો અને મહેમાનના ભોજનમાંથી ચાર ઘાસ અલગથી લો.
આટલું કર્યા પછી બ્રાહ્મણને આદરપૂર્વક ભોજન કરાવો.
આ પછી વસ્ત્ર, દક્ષિણા દાન કરો. આમ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

પંચમી શ્રાદ્ધ પર આ કામ ન કરવું:

કુંવારા પંચમી પર તર્પણ અને પિંડ દાન નિયમ પ્રમાણે કરવું જોઈએ, પરંતુ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
કુંવારા પંચમીના દિવસે ડુંગળી, લસણ, વાસી ખોરાક, સફેદ તલ, ગોળ, સત્તુ, કાળું મીઠું, દાળ, સરસવ, ચણા કે માંસ ખાવાનું વર્જિત માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર તામસિક ભોજન ખાવાથી પિતૃ ગુસ્સે થઈ જાય છે.
પંચમી શ્રાદ્ધના દિવસે શુભ કે અશુભ કાર્ય પણ વર્જિત છે.
કુંવારા પંચમી પર ખોટું બોલવાનું ટાળો અને બીજાનું અપમાન ન કરો.

 

Back to top button