દારુ બાદ હવે ડ્રગ્સ: અમદાવાદની એક શાળામાંથી ડ્રગ્સ અને ઈ સિગારેટ સહિત 2 લાખ રોકડા ઝડપાયા
ગુજરાતમા દારુ બાદ હવે ડ્રગ્સ પકડાવવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. તેમાયં હવે બંદરથી લઈને ડ્ર્ર્ગ્સ સીધુ શાળાઓમાં પહોંચી ગયુ છે. ત્યારે આજે અમદાવાદની એક ખ્યાતનામ CBSC શાળાના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ મળી આવતા ચકચારી મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ હવે ગુજરાતનુ યુવા ધન ડ્ર્ગ્સના રવાડે ચડી રહ્યુ હોવાની જાણ થઈ રહી છે. ત્યારે આજે શાળાના મેનેજમેન્ટ વિભાગને ડ્રગ્સ હોવાની જતાં અચાનક વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તપાસમાં ધો. 11માં ભણતા એક 17 એક વર્ષના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સની સાથે રૂ. 2 લાખ રોકડા અને ઇ-સિગારેટ પણ મળી આવતા શાળામાં હોહા મચી ગયો હતો.
ડ્ર્ગ સહિત ઈ સિગારેટ પણ ઝડપાઈ
વિદ્યાર્થીની બેગમાંથી ડ્રગ્સ અને ઈલેક્ટ્રિક સિગારેટની સાથે રૂ. 2 લાખ રોકડા પણ મળી આવતા ચકચારી મચી ગઈ હતી. ત્યારે વિદ્યાર્થી પાસેથી મળેલી આટલી મોટી રોકડ રકમ પર ખુલાસો માંગતા વિદ્યાર્થી મૌન રહ્યો હતો તેમજ તેના પેરેન્ટ્સ પણ કોઈ ખુલાસો કરી શક્યા નહોતા. વિદ્યાર્થી પાસે ડ્રગની સાથે ઈ-સિગારેટ પણ મળી આવી હતી.
શાળામાં ડ્રગ્સની ફરીયાદ ઉઠતા તપાસ કરાઈ
ખ્યાતનામ CBSE સ્કૂલમાં ઘણા સમયથી ડ્રગ્સની ફરિયાદો ઊઠી હતી. ત્યારે આ મુદ્દે શાળાના મેનેજમેન્ટ વિભાગે અચાનક ચેકિંગ કર્યુ હતું. જેમાં શાળાના એક વિદ્યાર્થી પાસેથી રૂ. 2 લાખ રોડકા, તથા ડ્રગ્સ તથા ઈ-સિગારેટ મળી આવી હતી. ત્યારે આ અંગે શાળાના મેનેજમેન્ટ વિભાગે પુછતા વિદ્યાર્થીએ કોઈ જવાબ આપ્યો ન હતો. જે બાદ પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા.
શાળામાં મેનેજમેન્ટે પેરેન્ટ્સને બોલાવી ચર્ચા કરી
વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સનો જથ્થો મળતાં સ્કૂલ મેનેજમેન્ટ ચોંકી ઊઠ્યું હતું. જે બાદ તેના પેરેન્ટ્સને બોલાવી જાટકણી કાઢવામાં આવી હતી. તેમજ પેરેન્ટ્સને વહેલી તકે તે વિદ્યાર્થીને શાળા માંથી ઉઠાડી લેવા જણાવામાં આવ્યુ હતુ. મેનેજમેન્ટે સ્કૂલનું નામ ખરાબ ન થાય એ માટે આ મામલો હાલ દબાવી દઈને માત્ર છોકરા પાસેથી રૂ. 12 હજાર રોકડા મળ્યાની જ વાત કરી હતી.
આ પણ વાંચો: સ્ટેટ મોંનિટરિંગ સેલે દરોડા પાડતા 4 પોલિસકર્મીઓ જુગાર રમતા ઝડપાયા