નવરાત્રિનો છઠ્ઠો દિવસ: કેવી રીતે મા ભગવતી બન્યા કાત્યાયની દેવી જાણો કથા
દેવી કાત્યાયની, દાનવોનો નાશ કરનાર, દેવી ભગવતીનું છઠ્ઠું સ્વરૂપ છે. પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ કાત્યાયન ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા કાત્યાયનીએ તેમના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો, તેથી માતાના આ સ્વરૂપને કાત્યાયની દેવી કહેવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ ખૂબ ફળદાયી છે. એવું માનવામાં આવે છે કે વિધિ પ્રમાણે માતાની પૂજા કરવાથી ભક્તોના દરેક કામ સરળ બની જાય છે અને તમામ પરેશાનીઓનો નાશ થાય છે. માતાને મનની શક્તિની દેવી માનવામાં આવે છે, માતાની પૂજા કરવાથી વ્યક્તિ પોતાની બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે છે.
મા કાત્યાયની બ્રિજ મંડળની પ્રમુખ દેવી છે, તેમને યુદ્ધની દેવી પણ કહેવામાં આવે છે. માતાનું સ્વરૂપ સોના જેવું તેજસ્વી અને અત્યંત દિવ્ય છે. માતાને ચાર ભુજાઓ છે અને ચારેય ભુજાઓમાં કમળનું પુષ્પ બિરાજમાન છે. માતાને પીળો રંગ ખૂબ જ પસંદ છે. શાસ્ત્રો અનુસાર માતાની યોગ્ય રીતે પૂજા કરવાથી અને કેટલાક ખાસ ઉપાય કરવાથી કન્યાના લગ્ન જલ્દી થાય છે અને યોગ્ય વરની પ્રાપ્તિ પણ થાય છે. ચાલો જાણીએ માતા કાત્યાયનીના સ્વરુપ સાથે જોડાયેલ પૌરાણિક કથા.
મા કાત્યાયનીના સ્વરુપ સાથે જોડાયેલ કથા
પૌરાણિક કથા અનુસાર, વનમિકથા નામના એક મહર્ષિ હતા, તેમને એક પુત્ર હતો જેનું નામ કાત્યા હતું. આ પછી કાત્યા ગોત્રમાં મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો, તેમને કોઈ સંતાન નહોતું. તેમણે મા ભગવતીને પુત્રી સ્વરૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી, મહર્ષિ કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ભગવતીએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યાં. કાત્યાયન ઋષિએ માતાને પોતાની પુત્રીના રુપમાં જન્મ લેવાની આજીજી કરી, આથી દેવી ભગવતીએ વચન આપ્યું કે તે તેમના ઘરે પુત્રી તરીકે જન્મ લેશે. જ્યારે ત્રણ લોક પર મહિષાસુર નામના રાક્ષસનો અત્યાચાર વધ્યો અને તેના કૃત્યથી દેવતાઓ પરેશાન થઈ ગયા, ત્યારે માતાએ મહર્ષિ કાત્યાયનના ઘરે બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવના તેજથી જન્મ લીધો. તેથી જ માતાનું આ સ્વરૂપ કાત્યાયની તરીકે ઓળખાય છે. માતાના જન્મ પછી કાત્યાયની ઋષિએ સપ્તમી, અષ્ટમી અને નવમી એમ ત્રણ દિવસ માતા કાત્યાયનીની વિધિવત પૂજા કરી હતી. આ પછી માતા કાત્યાયનીએ દશમીના દિવસે મહિષાસુર નામના રાક્ષસનો વધ કરીને ત્રણે લોકને તેના અત્યાચારથી બચાવ્યા હતા.
મા કાત્યાયની પૂજા વિધિ
બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો અને પીળા વસ્ત્રો પહેરો. કલશની પૂજા કર્યા બાદ માતાને પંચામૃતથી સ્નાન કરાવો. આ પછી માતાને શણગાર કર્યા પછી માતાને ફળ, ફૂલ, સિંદૂર, રોલી, અક્ષત, નારિયેળ, પાન, સોપારી, કુમકુમ અને ચુન્ની અર્પણ કરો. હવે અગરબત્તી પ્રગટાવો અને માતાના મંત્રોનો જાપ કરો અને વ્રત કથાનો પાઠ કરો. આ પછી મા કાત્યાયનીને મધ અને મીઠાઈ ચઢાવો અને આરતી કરો. મધ માતાને ખૂબ જ પ્રિય છે, તે માતાને ખુશ કરે છે.
મા કાત્યાયની મંત્ર
ઓમ દેવી કાત્યાયનાય નમઃ ।
આ પણ વાંચો: અહીં મસ્તક વિનાના ગણેશજીની થાય છે પૂજા, જાણો-કયાં આવેલું છે મંદિર ?