ફેસબુક પરથી 10 લાખ લોકોના ડેટા લીક, કંપનીએ તાત્કાલિક પાસવર્ડ બદલાવ્યા
આજના આ ડિજીટલ યુગમાં અનેક લોકો ફેસબુક, ઈનસ્ટાગ્રામ, ટ્વિટર સહિત અનેક એપ્સ યુસ કરતા હોય છે. ત્યારે આવી એપ ધ્વારા અનેક લોકોના ડેટા લીક થવાના બનાવ પણ સામે આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ફેસબુક અવાર નવાર લાખો લોકોના ડેટા લીક થાય છે. જે બાદ યુઝર્સની પ્રાઈવસીને લઈને અનેકલ સવાલો ઉભા થાય છે. ત્યારે ગતરોજને ફરી વાર ઘણા લોકોના ડેટા લીક થયા હોવાની માહિતી મળી હતી. જે બાદ ફેસબુક કંપનીએ યુઝર્સને તાત્કાલિક પાસવર્ડ બદલી નાંખવા ચેતવણી આપી હતી.
10 લાખ લોકોના ડેટા થયા લીક
મીડિયા એહવાલ મુજબ શુક્રવારે ફેસબુક પરથી 10 લાખ લોકોના ડેટા લીક થયા હતા. જે અંગે મેટા કંપનીએ જાહેર ચેતવણી આપી હતી કંપનીએ જણાવ્યુ હતુ કે યુઝર્સના ડેટા થર્ડ પાર્ટી એપ્સ ધ્વારા લીક કરવામાં આવ્યા છે. તેમજ આ વર્ષ દરમિયાન મેટા અને એપલ જેવી મોટી કંપનીના ડેટા ચોરી કરવા ઘણી બધી એપ્લીકેશન બનાવવામાં આવી છે. જે ગુગલ પ્લેસ્ટોર પર સરળતાથી મળી જતી હોવાને કારણે અવાર નવાર ડેટા લીકના કિસ્સા સામે આવી રહ્યા છે.
ફેક એપ્લીકેશન ધ્વારા ડેટાની ચોરી
ગુગલ પ્લે સ્ટોર પર અનેક એવી ફેક એપ્લીકેશન બનાવવામાં આવી છે જે લોકોના અન્ય એપ પરથી ડેટા ચોરી કરી લીક કરે છે. જેમાં ખાસ કરીને ગેમિંગ એપ્સ અને ઘણી એવી વીડિયો એડિટીંગ એપ્સ છે જે યુઝર્સના ડેટા ચોરી કરી લેતી હોય છે. આવી એપ્સ લોકોના યુઝર આઈડી તેમજ પાસવર્ડ જાણવા માટે યુઝર્સને ફેસબુક તેમજ ગુગલ ઘ્વારા લોગઈન કરાવતા હોય છે.
ગમે તે એપ પર લોગઈન ના કરવું
ઘણી એપ્સ તમારા આઈડી પાસવર્ડને જાણવા માટે જ ખાસ કરીને લોગઈન કરાવતી હોય છે ત્યારે તે લોગઈન કરતા તમારી માહિતી તેમને મળી જાય છે અને તે બાદ યુઝર્સના ડેટા લીક થવાના બનાવ સામે આવે છે. આથી ગમેતે એપ પર લોગઈન કરવાનું ટાળો જેનાથી તમારા ડેટા ચોરી નહીં થાય.
આ પણ વાંચો:ભારત સરકારની મોટી ડિજિટલ સ્ટ્રાઈક, 348 મોબાઈલ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ