દિવાળી દરમિયાન રાજ્યમાં અકસ્માતની ભીતિના પગલે 108 ઈમરજન્સી સેવા સજ્જ


ગુજરાતમાં દિવાળીના દિવસો દરમિયાન આગ અને અકસ્માત સહિત ઈમર્જન્સી કેસો વધુ પ્રમાણમાં નોંધાય છે. ત્યારે સામાન્ય રીતે અકસ્માત, દાઝી જવાની ફરિયાદો 108ને વધારે પ્રમાણમાં મળતી હોય છે. મળતી માહિતી મુજબ સામાન્ય દિવસોમાં મળતાં ઇમરજન્સી કેસો કરતા દિવાળીના દિવસોમાં મળતા ઈમરજન્સી કેસો વધુ હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં દિવાળી, નવુ વર્ષ અને ભાઈબીજ એમ આ ત્રણ દિવસોમાં ઇમરજન્સી કેસોમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે આ વર્ષનો પણ અંદાજ રજુ કરવામાં આવ્યો છે અને તેને અનુરુપ સુવિધાઓ પણ સજ્જ કરવામાં આવી રહી છે.
ત્રણ દિવસ ગુજરાતમાં અનેક અકસ્માતનુ જોખમ
દિવાળી 108 ઈમરજન્સી સેવાના અનુમાન પ્રમાણે દિવાળીનો દિવસ એટલે કે 24 તારીખે 12.49 ટકા ઈમરજન્સી કસો વધી શકેનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ત્યારે 25 મી ઓક્ટોબરે 29.34 તેમજ ભાઈ બીજના દિવસે 26.45 ટકા કેસો વધી શકેનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ત્યારે તહેવાર દરમ્યાન કોઈપણ બનાવમાં તાત્કાલિક વ્યક્તિ હોસ્પિટલમાં પોહચાડી શકાય તેના માટે 108 સજ્જ છે.
દિવાળીમાં ઇમરજન્સી કેસોમાં વધારો
દિવાળીમાં લોકો ફરવા જતા હોય છે આ દરમિયાન ટ્રાફિક તેમજ હડબડાટમાં વાહન ચલાવતા અકસ્માત સર્જાય છે. ત્યારે આ દરમિયાન અકસ્માતના કેસમાં નવા વર્ષે 136. 56 જેટલો વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ફટાકડાના કારણ શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતા લોકો અને ફટાકડાના કારણે દાઝી જવાના કેસોમાં પણ નોધપાત્ર વધારો થઈ શકે છે. આ સાથે ભાઈબીજના દિવસે 26.89 ટકા જેટલો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
દિવાળીમાં 108 ઈમર્જન્સી સેવા માટે સજ્જ
મોટા શહેરો અને આદિવાસી જિલ્લાઓમાં બપોરના 12 વાગ્યા થી સાંજના 10 વાગ્યા દરમ્યાન વધારે ઇમરજન્સી કેસો મળતા હોય છે. ત્યારે 108 ઇમરજન્સી સેવાના ડોકટરોની ટીમ દિવાળીમાં પણ સતત કાર્યરત છે જેઓ સરકારી હોસ્પિટલમાં સતત સંકલનમાં રહીને કામ કરશે. 108 એમ્બ્યુલન્સના તમામ કર્મચારી મિત્રો તહેવારો દરમ્યાન ઇમરજન્સી કેસોના વધારાને પહોચી વળવા તૈયાર છે અને 108ની ટીમ નાગરિકો ને સેવા પૂરી પાળી ને દિવાળીના તહેવારની ઉજવણી કરશે.
આ પણ વાંચો : આજથી સામાન્ય જનતા માટે ઓપન થયો ડિફેન્સ એકસ્પો, જાણી લો સમય અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા