- દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો
- આગામી પાંચ દિવસ મધ્યમ વરસાદની સંભાવના
- આખા સપ્તાહમાં ઝરમર વરસાદ પડવાની શક્યતા
IMD અનુસાર દેશના કોઈપણ ભાગમાં હીટ વેવની કોઈ શક્યતા નથી. રાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો આખા સપ્તાહમાં ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે. ખાસ કરીને સવાર અને સાંજનું વાતાવરણ હાલ પૂરતું ખુશનુમા રહેશે.
આ પણ વાંચો: 30 હજારથી વધારે સુદાનીઓ ભારતમાંથી ગ્રેજ્યુએટ થયા
દિલ્હીના વિવિધ ભાગોમાં તેજ પવન સાથે ઝરમર વરસાદ પડી શકે છે
બીજી તરફ બુધવારે દિલ્હીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું હતું. દિલ્હીના વિવિધ ભાગોમાં તેજ પવન સાથે ઝરમર વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
મધ્યપ્રદેશમાં બુધવારે સાંજથી તેની અસર દેખાવા લાગી
મધ્યપ્રદેશમાં બુધવારે સાંજથી તેની અસર દેખાવા લાગી. રાજધાની ભોપાલ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. આ સાથે IMDએ આ ત્રણ સ્થળોએ કરા પડવાની ચેતવણી પણ જાહેર કરી છે. આ સિવાય આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં પાંચ દિવસમાં હળવા વરસાદની શક્યતા છે. કેરળની વાત કરીએ તો અહીં 30 સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી ચાર દિવસ માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. એપ્રિલ માસમાં માવઠાના કારણે ગરમી અને ભેજમાં વધારો થયો છે. ત્યારે રાજ્યમાં તાપમાન 39-40 ડિગ્રી રહેવાની શક્યતા છે. તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવત છે. બપોરના સમયે કાળઝાળ ગરમી તો સાંજે વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે. તો બીજીબાજુ આગામી ચાર દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.
ચાર દિવસ દરમિયાન આ વિસ્તારમાં વરસાદની આગાહી
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ગઇકાલે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40.4 ડિગ્રી નોંધાતા બપોરના સમયે કાળઝાળ ગરમીનો વર્તારો રહ્યો હતો, પરંતુ સાંજના સમયે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળાડિબાંગ વાદળો ઘેરાવાની સાથે પવન ફૂંકાતા સાંજના સુમારે ઠંડક પ્રસરી હતી.