- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુલાકાત લે તેવી શક્યતા
- મુંબઈની હોસ્પિટમાં ખસેડવાની શક્યતા નહિવત
- રાઘવજી પટેલ હાલ ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ
રાજકોટમાં રાઘવજી પટેલની તબિયત લથડવાના મામલે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુલાકાત લે તેવી શક્યતા છે. તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે. તેથી મુંબઈની હોસ્પિટમાં ખસેડવાની શક્યતા નહિવત જણાઇ રહી છે.
આ પણ વાંચો: નલિયામાં કાતિલ ઠંડી સાથે તાપમાન 8 ડિગ્રી રહેતા અંબાલાલ પટેલે કરી આગાહી
ડોક્ટર જે સજેશ કરશે તેમાં પરિવાર ડોક્ટરને સહયોગ આપશે
મુંબઈ વધુ સારવાર માટે ખસેડવા કે નહીં તે કોલ ડોક્ટરનો હશે. તેમજ ડોક્ટર જે સજેશ કરશે તેમાં પરિવાર ડોક્ટરને સહયોગ આપશે. પૂનમ માડમે જણાવ્યું છે કે રાઘવજી ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. તેમને હાલમાં ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.
રાઘવજી પટેલ હાલ ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ
કૃષિ મંત્રી રાઘવજી પટેલ હાલ ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમજ ડૉકટર્સ જણાવ્યું છે કે CT સ્કેન અનુસાર રાઘવજીને ખતરો નથી. રાજકોટમાં રાઘવજી પટેલની તબિયત લથડવાના મામલે જામનગરના સાંસદ પૂનમ માડમે રાઘવજી પટેલની મુલાકાત લીધી છે. તેમજ જણાવ્યુ છે કે અમે ગઈકાલથી જ ફોન પર ચર્ચા કરતા હતા. હું રાત્રે બધા જ ડોક્ટર સાથે સતત સંપર્કમાં હતી. રિલાયન્સની એમ્બ્યુલન્સ અને બધું જ રાત્રે મેનેજ થયું હતું. અમે રાત્રે કોર્ડીનેટ કરીને તાત્કાલિક વધુ સારી સારવાર મળે એટલા માટે રાજકોટ ખસેડ્યા છે. રાત્રે તેમને રાજકોટ શિફ્ટ કરવાના પ્રોસેસમાં હું ઇન્વોલ્ટ હતી. રાઘવજી પટેલ જલ્દી સાજા થાય તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.