નેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

Apple કંપનીની સ્માર્ટ વોચમાં થયો બ્લાસ્ટ, કંપનીએ યુઝરને કોઈને ના જણાવા કહ્યું 

Text To Speech

ભૂતકાળમાં સ્માર્ટફોનમાં વિસ્ફોટની અનેક ઘટનાઓ બાદ હવે એપલ વોચ ઓવરહિટીંગનો મામલો સામે આવ્યો છે. એપલ વોચના એક યુઝરના જણાવ્યા અનુસાર ઘડિયાળની બેટરી ખૂબ જ ગરમ થઈ ગઈ હતી, જેના બાદ થોડીક જ વારમાં સ્માર્ટ વોચમાં વિસ્ફોટ થયો હતો. જો કે, યુઝરએ એપલ વોચ વધારે ગરમ થવા લાગી ત્યારે તેણે તેને ઉતારી દીધી હતી આથી તેને કોઈ નુકસાન થયુ નથી. રિપોર્ટ્સ અનુસાર, યૂઝરે કહ્યું કે ડિવાઈસમાં હાઈ ટેમ્પરેચર વોર્નિંગ દેખાયા બાદ તરત જ તે વિસ્ફોટ થયો. તમને જણાવી દઈએ કે આ પહેલા સ્માર્ટફોનના વિસ્ફોટને કારણે એક યુવતી અને એક મહિલાના મોત પણ થઈ ચૂક્યા છે

Apple કંપનીએ કોઈને ના જણાવા કહ્યુ 

અહેવાલ મુજબ, ઘડિયાળના વપરાશકર્તાએ ઘટના પછી Apple સપોર્ટ ટીમનો સંપર્ક કર્યો હતો. ત્યારે એપલ વતી યુઝરને આ ઘડિયાળને સ્પર્શ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. આ સિવાય કંપનીએ કહ્યું કે તેઓ આ વાત કોઈની સાથે શેર ન કરે. આ મામલો એપલના ધ્યાન પર આવ્યા પછી, કંપનીએ યુઝરને એક દસ્તાવેજ પર સહી કરવાની વિનંતી કરી અને તેને સાર્વજનિક રૂપે શેર ન કરવા કહ્યું હતુ. જોકે યુઝરે દસ્તાવેજ પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો.

કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ ડૉક્ટરનો સંપર્ક કરે, કારણ કે ઘડિયાળમાં પારો હોય છે, જે ઘણું નુકસાન કરી શકે છે. પરંતુ યુઝરે આ માટે ના પાડી દીધી. એપલે પાછળથી એક દસ્તાવેજ મોકલીને વિનંતી કરી કે આ ઘટનાને સાર્વજનિક રૂપે શેર ન કરે. જોકે, તેણે દસ્તાવેજ પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ કંપનીએ આ ઉપકરણને જાંચ કરવા માટે લઈ જવા કહ્યુ હતુ તેમજ પરીક્ષણ કરવા માટે વોચની ડિલિવરી પિકઅપની વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો: વારંવાર સ્માર્ટફોન જોવાની આદત બની શકે છે જોખમી, શરીરને થાય છે આવું નુકસાન

 

Back to top button