લાઈફસ્ટાઈલહેલ્થ

ધ ઇજિપ્ત જર્નલ ઓફ ન્યુરોલોજી સાઈકિયાટ્રી એન્ડ ન્યોરોસર્જન દ્વારા એક સંસોધન, કોરોના પછી 59% અનિદ્રાનો ભોગ બન્યા

Text To Speech

કોરોનાની ઝપેટે ઘણા લોકો આવી ચુક્યા છે. પરંતુ કોરોના પછી તમને ઊંઘની સમસ્યા થવા લાગી. એકલા જ નથી કે આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હોય, ઘણા લોકો છે, જે અનિંદ્રાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જે હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો, કોરોનાથી ઊંઘને અસર થઇ છે.

કોરોનાની મગજ પર અસર
જે લોકોને કોરોનાની ત્રણ લહેર દરમિયાન કોરોના થયો હતો, તે લોકોના મગજ પર અસર જરૂર થઇ છે. દિલ્લીમાં આવેલી સર ગંગારામ હોસ્પિટલનાં ન્યુરોલોજીસ્ટ ડોક્ટર અંશુ રોહતગીએ જણાવ્યું હતું કે, લોકોની વિચારવાની ક્ષમતા ઘટવાની સાથે-સાથે ઊંઘને પણ અસર થઇ છે. ઘણા લોકોએ એ પણ જણાવ્યું હતું કે, તેમને ઊંઘ નથી આવતી. તો ઘણાં લોકો કહે છે કે, ઊંઘ તો આવે છે પરંતુ અડધી રાતે ઊંઘ ઉડી જાય છે, તો બેડ પર સુતા બાદ 4-5 કલાક સુધી પડખા જ ફેરવવા પડે છે. આ લોન્ગ કોરોના સિંડ્રોમ છે.

તો દિલ્લીમાં PSRI હોસ્પિટલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ યોગ પલમોનરી, ક્રિટિકલ કેર અને સ્લીપ મેડિસિનના ચેરમેન પ્રોફેસર ડોક્ટર જી. સી. ખીલનાનીએ દાવો કર્યો હતો કે, કોરોનાથી સાજા થયેલા 59% લોકોને ઊંઘની સમસ્યા જોવા મળી રહી છે. તો એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે, પુરુષોની સરખામણીએ મહિલાઓને ઊંઘ ન આવવાની સમસ્યા વધારે છે.

ફાઈલ ફોટો

ધ ઇજિપ્ત જર્નલ ઓફ ન્યુરોલોજીનો એહવાલ
ધ ઇજિપ્ત જર્નલ ઓફ ન્યુરોલોજી, સાઈકિયાટ્રી એન્ડ ન્યોરોસર્જન દ્વારા એક સંસોધન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાથી સાજા થયેલા 500 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં જોવા મળ્યું હતું કે, 59% અનિદ્રાનો ભોગ બન્યા છે. જે પૈકી 37.9% ,મહિલાઓ અને 26.5% પુરુષોમાં અનિંદ્રાની અસર જોવા મળી હતી. જેમાં 37.9% લોકોની ઉંમર 36 વર્ષથી વધુ હતી.

ઊંઘ ના આવવા પાછળ આ કારણ છે જવાબદાર
એવું નથી કે, કોરોનાને કારણે જ ઊંઘ ના આવતી હોય પરંતુ સ્લીપ એપ્નિયાને કારણે પણ અનિંદ્રાની સમસ્યા થઇ શકે છે. જેમાં ઊંઘ પુરી થઇ શકતી નથી અને થાક લાગે છે. ઘણીવાર સૂતા સમયે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જો કોઈ વ્યક્તિ તણાવમાં રહે છે, તો પણ સ્લીપ ડિસઓર્ડર હોય શકે છે. ચિંતાને કારણે શરીરમાં કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય છે.

Back to top button