વડોદરાના ફતેગંજ બ્રિજ પર અકસ્માત, નવા વર્ષની પાર્ટીમાં ગયેલા બે યુવાનોના મોત
વડોદરા શહેરમાં થર્ટી ફસ્ટની ઉજવણીને લઈને ઠેર ઠેર પાર્ટી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં થર્ટી ફસ્ટની પાર્ટીમાંથી પરત ફરી રહેલા બે યુવકોનો અકસ્માત સર્જાતા મોત નિપજયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણીની પાર્ટીમાં જઈને પરત આવતા બે યુવકોનો ફતેગંજ બ્રિજ પર અકસ્માત થયો હતો, આ અકસ્માતમાં બે યુવકો બ્રિજ પરથી નીચે પટકાતાં ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને અહીથી પસાર થતા લોકો દ્વારા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલે આ બંન્ને યુવકોને મૃત જાહેર કર્યા હતા.
બાઈક પરથી કાબુ ગૂમાવતા અકસ્માત સર્જાયો
વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણી કરીને ધરે પરત ફરી રહેલા બે યુવકોના મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. બે યુવકોએ અકસ્માતમાં જીવ ગૂમાવતા નવા વર્ષનો ઉજવણીનો દિવસ આજે માતમમાં ફેરવાયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ બે વ્યક્તિઓ ફતેહગંજ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તેવામાં વાહન ચાલકે બાઈક પરથી કાબુ ગૂમાવતા હતુ જેથી તે બ્રિજ પરથી નીચે પટકાયા હતા જેમાં આ બંન્ને નું મોત નિપજ્યુ હતું.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેરમાં અક્સમાતની ઘટનાના સમાચાર મળતા તાત્કાલિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને મૃતકોના પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અકસ્માત કેવી રીતે થયો? તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : નવા વર્ષમાં ગરીબોને મળશે મફત અનાજની ભેટ, આજથી ફ્રી રાશનની યોજના લાગુ