ગુજરાત

સુરેન્દ્રનગર-માલવણ કચ્છ હાઈવે પર અકસ્માત, બે ટેન્કર અથડાતા વાહનોમાં આગ લાગી

Text To Speech

સુરેન્દ્રનગર-માલવણ કચ્છ હાઇવે પાસે અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ હરિપર ગામમાં પુલ નજીક સામસામે બે ટેન્કર અથડાતા આગ ભભૂકી ઊઠી હતી, જેના કારણે બીજા વાહન પણ આગમાં લપેટાયા હતા. પ્રાથમિક વિગત મુજબ ટેન્કરમાં જલદ પદાર્થ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

હરિપર પુલ ઉપર અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી ગઈ હતી. ત્યારે આગ પર કાબૂ મેળવવા ધ્રાંગધ્રા ફાયર ફાઈટરના જવાનો જહેમત ઉઠાવી રહ્યાં છે. જો કે આગ વધુ હોવાને કારણે સુરેન્દ્રનગર ફાયરબ્રિગેડની પણ મદદ લેવાઈ છે. આગ અને અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકના જામના દ્રશ્યો પણ સર્જાયા છે.

Back to top button