રાજકોટ-મોરબી હાઈવે પર અકસ્માત, કાર ઝાડ સાથે અથડાતા 2નાં મોત, 2 સારવાર હેઠળ
મોરબીઃ રાજકોટ-મોરબી હાઇવે પર આજે વહેલી સવારે મીતાણા ગામ નજીક કાર ઝાડ સાથે અથડાતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. મળતી માહિતી મુજબ રાજકોટથી ગરબી જોઈને મોરબી જતા ચાર મિત્રોની કાર મીતાણા પાસે એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં બે લોકોના મોત નિપજ્યા છે.
રાજકોટ મોરબી હાઈવે પર આવેલ મીતાણા ગામના ઓવરબ્રિજ નજીક વહેલી સવારે સ્વીફ્ટ કાર જીજે 03 ઇઆર 4200 ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ હતી. કારમાં સવાર ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી રોહિતભાઈ કોળી અને જય ચાવડાનુ અકસ્માત દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનો હાલ સારવાર હેઠળ છે. પ્રાથમિક સારવાર મોરબી આપ્યા બાદ બંને હાલ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્વિફટ કારમાં સવાર ચારેય મિત્ર રાજકોટથી ગરબી જોઈ પરત મોરબી પરત રી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બે યુવાનોના મૃત્યુના પગલે પરિવારમાં પણ શોકનો માહોલ ફેલાયો છે, ત્યારે આ ઘટનાને લઈને ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.