દિલ્લી-મુંબઈ હાઇવે પર અકસ્માત : ચાર વ્યક્તિના મોત
આજે સવારે દિલ્લી-મુંબઈ નેશનલ હાઇવે નંબર – 8 પર એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર માં બેઠેલા ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. ચારે વ્યક્તિ સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેઓ મુંબઈ એરપોર્ટ થી સુરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
આ પણ વાંચો : ગાંધીનગર : ફૂલ સ્પીડમાં જતી કાર પલટી, 2 ના મોત 1ની સ્થિતિ ગંભીર
મળતી માહિતી મુજબ વિદેશ પ્રવાસથી પરત ફરી રહેલા સુરતના રહીશો મુંબઈ એરપોર્ટ થી રાત્રિના સમયે ઈનોવા કાર માં સુરત આવી રહ્યા હતા ત્યારે સવારે 5.30 થી 6.15 ના સમયગાળા દરમિયાન આ કાર નેશનલ હાઇવે પર પૂરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે આલીપોર ઓવરબ્રિજ નજીક મહેન્દ્ર ટ્રેક્ટરના શો-રૂમની સામે કન્ટેનર સુરત થી વલસાડ તરફ જઇ રહ્યું હતું ત્યારે ઈનોવા કાર ધડાકાભેર આ કન્ટેનર સાથે અથડાઇ હતી.આસપાસ ના લોકોના કહેવા પ્રમાણે આ ટક્કરનો અવાજ એટલો જોરદાર હતો કે લોકો એ આવાજ સાંભળીને દોડી આવ્યા હતા. કાર અને કન્ટેનરના અકસ્માત બાદ કાર નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાર માં બેઠેલા 4 એ વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. કન્ટેનરના આગળના ભાગનું પણ ભુક્કો થઈ ગયો હતો. સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ કોઇને મળશે નહીં, જાણો શું છે કારણ
મૃતકોના નામ:
રોહિત માહલું (ઉં. 40, સુરત)
ગૌરવ અરોરા (ઉં. 40, સુરત)
અમિત થડાની (ઉં. 41 સુરત)
પટેલ મહોમ્મદ (કોસાડ)