ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી-જયપુર હાઈવે પર અકસ્માત, 4 લોકોના કરૂણ મૃત્યુ

  • શુક્રવારે રાત્રે દિલ્હી-જયપુર હાઈવે પર ગુરુગ્રામના સિદ્રાવલી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • એક ઓઈલ ટેન્કરે કાર અને પીકઅપ વાનને ટક્કર મારતાં ચાર લોકોના મૃત્યુ થયા હતા.

નવી દિલ્હીઃ દિલ્હી-જયપુર હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.જેમા 4 લોકો મૃત્યુ પામ્યા હતા. એક પૂરપાટ ઝપટે આવી રહેલા ઓઈલ ટેન્કરે કાર અને પીકઅપ વાનને ટક્કર મારી હતી. જેમાં કારણે કારમાં આગ લાગી હતી અને કારમા સવાર 3 લોકો મૃત્યુ પામ્યા હતા. તેમજ પીકઅપ વાનના ડ્રાઈવરનું પણ ઘટનાસ્થળે દર્દનાક મૃત્યુ થયુ હતુ.

અહેવાલો મુજબ, રાત્રે લગભગ 11 વાગ્યે દિલ્હી જયપુર હાઈવેના સિદ્રાવલી ગામ પાસે જયપુર તરફથી એક પૂરપાટ ઝડપે ઓઈલ ટેન્કર આવી રહ્યું હતું. ટેન્કર પહેલા ડિવાઈડર તોડીને દિલ્હીથી જયપુર જતી લાઈનમાં ઘુસી ગયું હતું. અહીં તેણે સામેથી આવી રહેલી ડેટસન ગો કારને ટક્કર મારી હતી. આ કારમાં CNG લગાવવામાં આવ્યું હતું જેના કારણે બ્લાસ્ટ થયો હતો અને કારમાં આગ લાગી હતી. કારનો દરવાજો લોક હોવાને કારણે તે ખોલી શકાતો ન હતો અને અંદર બેઠેલા ત્રણ લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા.

કારને ટક્કર માર્યા બાદ ટેન્કર ચાલક સામેની ડિવાઈડરની ગ્રીલ તોડીને દિલ્હીથી જયપુર જતી સર્વિસ લેન પર પહોંચી ગયુ હતુ જ્યાં તેણે સામેથી આવી રહેલી પીકઅપ વાનને નિશાન બનાવી હતી. પીકઅપ વાન સાથે અથડાતા પીકઅપ ચાલકનું પણ મૃત્યુ થયું હતું. ત્યાંથી પસાર થતા લોકોએ આ બાબતે પોલીસને જાણ કરી હતી અને કેટલાક લોકોએ સળગતી કારના ફોટા અને વીડિયો પણ બનાવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપ આગળથી ચકનાચૂર થઈ ગઈ હતી જેના કારણે અંદર ફસાયેલા ડ્રાઈવરને કટર વડે કાપીને મુશ્કેલીથી બહાર કાઢી શકાયો હતો. જોકે, ત્યાં સુધીમાં તેનું મૃ્ત્યુ થઈ ગયું હતું. કારની અંદર બળી ગયેલા લોકોના માત્ર અવશેષો જ બચ્યા હતા. કારની નંબર પ્લેટની તપાસના આધારે પોલીસે કહ્યું છે કે આ કાર પાણીપતના એક વ્યક્તિના નામે નોંધાયેલી છે. જોકે, પોલીસ ચારેય મૃતકોની ઓળખ અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.

બિલાસપુર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી વિનોદ કુમારે જણાવ્યુ હતુ કે, અમને દિલ્હી-જયપુર હાઈવે પર અકસ્માતની માહિતી મળી હતી. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો જોયું કે એક કાર બળીને રાખ થઈ ગઈ હતી અને ત્રણ લોકોના મૃત્યુ થઈ ગયા હતા. પાછળથી અમને એ પણ જાણવા મળ્યું કે એક પીકઅપ વાન ઓઇલ ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે વાનના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જોકે, ઓઈલ ટેન્કરનો આરોપી ચાલક નાસી ગયો હતો અને તેને પકડવા માટે પ્રયાસો ચાલુ છે. આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો, શું તરસ્યા કાગડાની પંચતંત્રની વાર્તા જીવંત થઈ? આ વાયરલ વીડિયોનું શું રહસ્ય છે?

Back to top button